________________
શતક–૧૬: ઉદ્દેશક-૪ થી ૯.
[ ૪૭૫ ]
'શતક-ર૬: ઉદ્દેશક-૪ થી ૯
અનંતરાવગાઢ આદિ
અનંતરાવગાઢ જીવોનો સૈકાલિક બંધ:| १ अणंतरोगाढए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा !एवंजहेव अणंतरोववण्णएहिणवदंडगसंगहिओ उद्देसो भणिओतहेव अणतरोगाढ एहिं वि अहीणमइरित्तो भाणियव्वो णेरइयाईए जाववेमाणिए॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરાવગાઢ નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જે રીતે અનંતરોત્પન્નકના નવ દંડક(પાપકર્મનો એક દંડક અને આઠ કર્મના આઠ દંડક તે રીતે નવ દંડક) સહિત ઉદ્દેશક કહ્યો છે, તે જ રીતે અનંતરાવગાઢ નૈરયિકથી વૈમાનિક પર્યંતના જીવોનું વર્ણન આ ઉદ્દેશકમાં પણ કહેવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. |ઉદ્દેશક-૪ | પરંપરાવગાઢ જીવોનો સૈકાલિક બંધ:| २ परंपरोगाढए णं भंते! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! जहेव परंपरोववण्णएहिं उद्देसो सो चेव णिरवसेसो भाणियव्वो । सेवं भंते ! સેવ મતે !!. ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનુ ! પરંપરાવગાઢ નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! જે રીતે પરંપરાત્પન્નકના વિષયમાં ઉદ્દેશક કહ્યો, તે જ રીતે પરંપરાવગાઢ ના વિષયમાં પણ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે./ ઉદ્દેશક–પ || અનંતરાહારક જીવોનો સૈકાલિક બંધઃ| ३ अणंतराहारए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवंजहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । सेवं भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરાહારક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અનંતરોત્પન્નક ઉદ્દેશકની સમાન અનંતરાહારક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . ઉદ્દેશક–$ા પરંપરાહારક જીવોનો સૈકાલિક બંધ:| ४ परंपराहारए णं भते!णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा!