________________
★
શતક ૨૬ : ઉદ્દેશક-૨ થી ૧૧
છે. વિશેષતા એ છે કે ચરમ મનુષ્યમાં આયુષ્યકર્મમાં એક ચોથો ભંગ જ હોય છે. તે જીવો ચરમ શરીરી હોવાથી આયુષ્ય બાંધતા નથી અને બાંધશે પણ નહીં.
*
અગિયારમો ઉદ્દેશક અચરમ જીવોનો છે. જે જીવ તે જ ભવમાં મોક્ષગતિને પ્રાપ્ત કરવાના નથી અથવા તે અવસ્થાને પુનઃ પ્રાપ્ત કરવાના છે, તે જીવોને અચરમ કહે છે.
૨૩ ઠંડકમાં અચરમમાં સાત કર્મનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. અચરમ મનુષ્યમાં ચોથો ભંગ હોતો નથી. અચરમ મનુષ્યમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી આ ત્રણ બોલ નથી. શેષ ૪૪ બોલ હોય છે.
અચરમ જીવોમાં જે બોલોમાં આયુષ્ય બંધ થાય ત્યાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે અને જે સ્થાનમાં તથા જે બોલોમાં આયુષ્યબંધ નથી ત્યાં એક ત્રીજો ભંગ જ હોય છે,
આ રીતે ઉદ્દેશક-૨,૪,૬,૮ નું વર્ણન એક સમાન છે અને ઉદ્દેશક- ૧,૩,૫,૭,૯,૧૦,૧૧ નું વર્ણન પ્રાયઃ સમાન છે.
܀ ܀ ܀