________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૬: ઉદ્દેશક-ર થી ૧૧ RRORળ સંક્ષિપ્ત સાર છROCROR
આ દશ ઉદ્દેશકોમાં ક્રમશઃ અનન્તરોત્પન્નક, પરંપરાત્પન્નક, અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તરાહારક, પરંપરાહારક, અનન્તરપર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ જીવોમાં પૂર્વોકત ૪૭ બોલના માધ્યમથી સૈકાલિક કર્મબંધની વિચારણા કરી છે. બીજો ઉદ્દેશક અનન્તરોત્પન્નક જીવો સંબંધી છે- કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે અનન્તરોત્પન્નક કહે છે. અનંતરોત્પન્નક જીવો સાત કર્મનો બંધ અવશ્ય કરે છે. તેથી તેમાં સાત કર્મોમાં પ્રથમ બે ભંગ હોય છે. એક સમયની સ્થિતિના કારણે તે જીવો આયુષ્ય કર્મનો બંધ કરતા જ નથી. તેથી અનંતરોત્પન્નક ૨૩ દંડકના જીવોમાં આયુષ્ય કર્મ બંધમાં એક માત્ર- બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે, આ ત્રીજો ભંગ ઘટિત થાય છે અને મનુષ્યોમાં ત્રીજો અને ચોથો બે ભંગ હોય છે. ત્રીજો ઉદ્દેશક પરંપરાત્પન્નક જીવોનો છે. ઉત્પત્તિના બીજા, ત્રીજા સમયથી જીવન પર્યંતના જીવોને પરંપરાત્પન્નક કહે છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉદ્દેશક-૧ પ્રમાણે છે. ચોથો ઉદ્દેશક અનન્તરાવગાઢ જીવોનો છે. તે જીવ ઉત્પત્તિ પછીના અનન્તર સમયે ઉત્પત્તિ સ્થાનને અવગાઢ થાય, તેને અનન્તરાવગાઢ કહે છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉદ્દેશક-ર અનુસાર છે. પાંચમો ઉદેશક પરંપરાવગાઢ જીવોનો છે. અનન્તરાવગાઢ પછીના સમયથી જીવન પર્યંતના જીવોને પરંપરાગાઢ કહે છે. તેનું કથન ઉદ્દેશક-૧ પ્રમાણે છે. છઠ્ઠો ઉદ્દેશક અનંતરાહારક જીવો સંબંધ છે. પ્રથમ સમયના આહારકને અનન્નરાહારક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૨ પ્રમાણે છે. સાતમો ઉદ્દેશક પરંપરાહારક જીવો સંબંધી છે. દ્વિતીયાદિ સમયના આહારકને પરંપરાહારક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. આઠમો ઉદેશક અનંતર પર્યાપ્તક જીવો સંબંધી છે. પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો, પર્યાપ્તિ બાંધવાના પ્રથમ સમયવર્તી જીવ અનંતર પર્યાપ્તક કહેવાય છે. અથવા આહાર પર્યાપ્તિની અપેક્ષાએ પણ પર્યાપ્ત થયાના પ્રથમ સમયવર્તી જીવ અનંતર પર્યાપ્તક કહેવાય છે. તેનું કથન ઉદ્દેશક–૨ પ્રમાણે છે. નવમો ઉદેશક પરંપર પર્યાપ્તક જીવોનો છે. પર્યાપ્તિ બાંધવાના દ્વિતીયાદિ સમયવર્તી જીવને પરંપર પર્યાપ્તક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. દસમો ઉદ્દેશક ચરમ જીવો સંબંધી છે. જે જીવો તે જ ભવમાં મોક્ષે જવાના હોય અને જે જીવો વર્તમાન અવસ્થાને પુનઃ પ્રાપ્ત કરવાના ન હોય તેને ચરમ કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે