________________
૪૫ર
શ્રી ભગવતી સૂત્ર-૫
પાપકર્મનો બંધ કરતા નથી તેથી પ્રથમ બે ભંગ તે જીવોને નથી. ઉપશાંત કષાયીમાં ત્રીજો અને ક્ષીણ કષાયીમાં ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. (૧૦) યોગમાં સૈકાલિક બંધ :१४ सजोगिस्स चउभंगो, एवंमणजोगिस्स वि, वयजोगिस्स वि,कायजोगिस्स वि। अजोगिस्सचरिमो। ભાવાર્થ :- સયોગી જીવોમાં ચાર ભંગ હોય છે. આ જ રીતે મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોમાં પણ ચાર ભંગ પ્રાપ્ત થાય છે. અયોગી જીવોમાં અંતિમ એક ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં યોગ દ્વારથી– (૧) સયોગી (૨-૪) મનયોગી, વચનયોગી, કાયયોગી (૫) અયોગી જીવોમાં પાપકર્મ બંધ-અબંધની વિચારણા છે.
સયોગીમાં એકથી તેર ગુણસ્થાન હોવાથી શુક્લપાક્ષિકની જેમ ચાર ભંગ પ્રાપ્ત થાય છે. અયોગી જીવોમાં એક ચૌદમું ગુણસ્થાન હોવાથી એક ચોથો ભંગ પ્રાપ્ત થાય છે, તે જીવો પાપકર્મ બાંધતા નથી અને બાંધશે પણ નહીં. (૧૧) ઉપયોગમાં સૈકાલિક બંધ:१५ सागारोवउत्तेचत्तारि, अणागारोवउत्तेवि चत्तारि भंगा। ભાવાર્થ - સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપયોગ દ્વારના બે બોલ– (૧) સાકારોપયોગી અને (૨) અનાકારોપયોગી જીવોમાં કર્મબંધ-અબંધનું પ્રતિપાદન છે. સાકાર અને અનાકારોપયોગમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય છે. તેમાં પૂર્વવત્ ચારે ભંગ પ્રાપ્ત થઈ શકે છે. સમુચ્ચય જીવના ૪૭ બોલમાં પાપકર્મ બંધ વિષયક ચાર ભંગ:દ્વાર અને બોલ
ગુણસ્થાન
ભંગ | (૧) જીવ હાર
૧ થી ૧૪
૪ ચાર ભંગ | (૨) વેશ્યા તાર-૮ બોલ. સલેશી જીવ
૧ થી ૧૩
૪ ચાર ભંગ કૃષ્ણાદિ પાંચલેશી
૧ થી ૭
૨ પ્રથમ બે ભંગ શુક્લલેશી
૧ થી ૧૩
૪ ચાર ભંગ અલેશી
૧૪મું
૧ ચોથો ભંગ (૩) પક્ષ દ્વાર-૨ બોલ. કૃષ્ણપાક્ષિક
પહેલું
૨ પ્રથમ બે ભંગ શુક્લપાક્ષિક
૧ થી ૧૪
૪ ચાર ભંગ