________________
૪૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
છ વખતના આહાર ત્યાગને છઠ્ઠમત્ત; આઠ વખતના આહાર ત્યાગને અકૂમમત્ત કહેવાય; તેવો અર્થ પણ કરવામાં આવે છે પરંતુ તે સર્વત્ર ઘટિત થઈ શકતો નથી. પ્રથમ તીર્થકરના શાસનમાં એક વર્ષનો, બાવીસ તીર્થકરોના શાસનમાં આઠ માસનો અને અંતિમ તીર્થકરના શાસનમાં છ માસનો ઉત્કૃષ્ટ અનશન તપ હોય છે. (૨) યાવન્કથિત અનશન- જીવન પર્યત આહારનો ત્યાગ કરવો. તેના બે ભેદ છે– પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. (૧) પાદપોપગમન- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીરના કોઈ પણ અંગને કિંચિત્માત્ર પણ ન હલાવવું. પાદપ = વૃક્ષ. જે રીતે કાપેલું વૃક્ષ અથવા કાપેલા વૃક્ષની ડાળી સ્વયં હલનચલન કરતી નથી, તે જ રીતે જે આસનમાં સંથારો સ્વીકાર્યો હોય, તે જ આસનમાં, તે જ ક્ષેત્રમાં તે જ રૂપે મૃત્યુ પર્યત રહેવું, તેને પાદપોપગમન અનશન કહે છે. તેમાં અંગોપાંગના હલનચલનનો આગાર નથી. તેમાં અન્ય મુનિઓની કોઈ પણ પ્રકારની સેવાનો નિષેધ હોય છે, તેથી તેને અપ્રતિકર્મ કહેવાય છે. પાદપોપગમન અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. નિહરિમ– સંથારો ગામમાં કર્યો હોય અને મૃત શરીરને અંતિમ ક્રિયા માટે ગામની બહાર લઈ જવાય, તેને નિહરિમ કહે છે. અનિહરિમ- ગામની બહાર પર્વતાદિની ગુફામાં કે તેવા અન્ય નિર્જન સ્થાને સંથારો કર્યો હોય, તેના મૃત શરીરની અંતિમ કોઈ વિધિ કરવાની ન હોય, તેને અનિહરિમ કહે છે. (૨) ભક્તપ્રત્યાખ્યાન - ત્રણ અથવા ચાર આહારનો જીવન પર્યંત ત્યાગ કરવો, તેને ભક્તપ્રત્યાખ્યાન અથવા ભક્તપરિજ્ઞા કહે છે. તેમાં અંગોપાંગના હલન ચલનનો આગાર હોય છે તેમજ અન્ય મુનિઓની સેવા પણ લઈ શકાય છે, તેથી તેને સપ્રતિકર્મ કહે છે. તેના પણ નિહરિમ અને અનિહરિમ બે ભેદ છે. [વિશેષ વર્ણન માટે જુઓ- શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન-૯] ઊનોદરી તપ - १११ से किं तंभंते ! ओमोयरिया? गोयमा ! ओमोयरिया दुविहा पण्णत्ता,तं जहादव्वोमोयरिया य भावोमोयरिया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવમોદરિકા–ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! ઊનોદરીના બે પ્રકાર છે, યથા- દ્રવ્ય ઊનોદરી અને ભાવ ઊનોદરી. ११२ से किंतं भंते! दव्योमोयरिया ? गोयमा ! दव्वोमोयरिया दुविहा पण्णत्ता,तं जहा- उवगरणदव्वोमोयरिया य भत्तपाणदव्योमोयरिया य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્!દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્ય ઊનોદરીના બે પ્રકાર છે, યથા- ઉપકરણ દ્રવ્ય ઊનોકરી અને ભક્તપાન દ્રવ્ય ઊનોદરી. ११३ सेकिंतंभंते ! उवगरणदव्वोमोयरिया? गोयमा ! उवगरणदव्योमोयरिया तिविहा पण्णत्ता,तंजहा-एगेवत्थे,एगेपाए, चियत्तोवगरणसाइज्जणया। सेत्तंडवगरणदबोमोयरिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપકરણ દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપકરણ દ્રવ્ય ઊનોદરીના ત્રણ પ્રકાર છે, યથા– (૧) વસ્ત્ર ઊનોદરી (૨) પાત્ર ઊનોદરી અને (૩) ગુહસ્થ પૂર્ણ ઉપયોગ કરી લીધેલા કે છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા; આ ઉપકરણ દ્રવ્ય ઊનોદરી છે.