________________
[ ૪૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
અવશેષ વિષયો - ९७ पडिसेवण दोसालोयणा य, आलोयणारिहे चेव ।
तत्तो सामायारी, पायच्छित्तेतवेचेव ॥ ભાવાર્થ - (૧) પ્રતિસેવના (૨) આલોચનાના દોષ (૩) આલોચના કરનારની યોગ્યતા (૪) આલોચના શ્રવણ કરનારની યોગ્યતા (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત અને (૭) તપ. સૂત્રકાર હવે પછી આ સાત વિષયોનું ક્રમશઃ વર્ણન કરે છે. વિવેચન :
સંયત પ્રકરણ સમાપ્ત થયા પછી પણ આ ઉદ્દેશકમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું નિરૂપણ છે. પ્રતોમાં તે વિષયોની સંગ્રાહક ગાથા રૂપે આ સૂત્ર ઉપલબ્ધ છે. ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ આ ગાથા સંબંધી વિશ્લેષણ કે કોઈ સંકેત કર્યો નથી. પ્રતિસેવના અને તેના પ્રકાર:
९८ कइविहाणं भंते ! पडिसेवणा पण्णत्ता? गोयमा !दसविहा पडिसेवणा पण्णत्ता, તંગણા
दप्पपमादणाभोगे, आउरे आवतीति य ।
संकिण्णे सहसक्कारे, भयप्पओसा य वीमंसा ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસેવનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવના દશ પ્રકાર છે, યથા– (૧) દર્પ પ્રતિસેવના (૨) પ્રમાદ પ્રતિસેવના (૩) અનાભોગ પ્રતિસેવના (૪) આતુર પ્રતિસેવના (૫) આપતુ પ્રતિસેવના (૬) સંકીર્ણ પ્રતિસેવના (૭) સહસાકાર પ્રતિસેવના (૮) ભય પ્રતિસેવના (૯) પ્રદ્વેષ પ્રતિસેવના અને (૧૦) વિમર્શ પ્રતિસેવના. વિવેચન :પ્રતિસેવનાનું સ્વરૂ૫ :- પ્રતિ પ્રતિકૂળ, સેવન = આચરણ. સંયમી જીવનથી પ્રતિકુળ આચરણને પ્રતિસેવના કહે છે અથવા પાપ દોષના સેવનથી થતી સંયમ વિરાધનાને પ્રતિસેવના કહે છે. કારણની અપેક્ષાએ પ્રતિસેવનાના દશ પ્રકાર છે, યથા
(૧) દર્પ પ્રતિસેવના-અહંકારથી થતી સંયમવિરાધના. (૨) પ્રમાદ પ્રતિસેવના-બેદરકારીથી થતી સંયમ વિરાધના. (૩) અનાભોગ પ્રતિસેવના- અજાણતા થતી સંયમ વિરાધના. (૪) આતુર પ્રતિસેવના- ભૂખ, તરસ આદિ કોઈ પીડાથી વ્યાકુળ થતાં થતી સંયમ વિરાધના. (૫) આપ~તિસેવના- કોઈ પણ પ્રકારની આપત્તિથી થતી સંયમ વિરાધના. આપત્તિના ચાર પ્રકાર છે, યથા–૧. દ્રવ્ય આપત્તિ- પ્રાસુક નિર્દોષ આહારાદિની પ્રાપ્તિ ન થાય ત્યારે ૨. ક્ષેત્ર આપત્તિ- માર્ગ ભૂલી જવાથી ભયાનક જંગલમાં ફસાઈ જાય ત્યારે, ૩. કાલ આપત્તિ- દુષ્કાળ આદિ હોય ત્યારે, ૪. ભાવ આપત્તિ- રોગ-આતંક આદિથી શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે, આ ચારે પ્રકારની આપત્તિમાં થતી સંયમ વિરાધનાને આપ~તિસેવના કહે છે.