________________
[ ૩૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫ कसायकुसीला तहेव णिरवसेसं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતો એક સમયમાં કેટલા થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન સામાયિક સંયતનું સંપૂર્ણ પરિમાણ કથન કષાયકુશીલની સમાન છે. ९४ छेओवट्ठावणियाणं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अस्थि सिय णत्थि । जइ अत्थि जहण्णेण एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेण सयपुहुत्त । पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेण कोडिसयपुहुत्तं । परिहारविसुद्धिया जहा पुलाया। सुहमसंपराया ગવાયા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત એક સમયમાં કેટલા થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિપદ્યમાન કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. જો હોય, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપન્ન કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો ક્રોડ હોય છે. પરિહાર વિશુદ્ધ સંતોનું પરિમાણ પુલાકની સમાન અને સૂક્ષ્મ સંપરાય સંયતોનું પરિમાણ નિગ્રંથોની સમાન છે. ९५ अहक्खायसंजयाणंभंते !पुच्छा? गोयमा !पडिवज्जमाणए पडुच्च सिय अस्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा उक्कोसेणं बावट्ठसयंअठुत्तरसयं खवगाणं, चउप्पण्णं उवसामगाणं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोङि- पुहुत्तं, उक्कोसेणं वि कोडिपुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતો એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિપદ્યમાન કદાચિતુ હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય છે, તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૬ર હોય છે, જેમાં ૧૦૮ ક્ષેપક અને પ૪ ઉપશામક હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ હોય છે. વિવેચન :
સામાયિક સંયતનું કથન કષાયકુશીલની સમાન છે. અર્થાત્ પ્રતિપદ્યમાન કદાચિત્ હોય, કદાચિતુ ન હોય, જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડ હોય છે કારણ કે તે શાશ્વત છે. શાશ્વત બોલોમાં જ જઘન્ય ઉત્કૃષ્ટનું કથન આ પ્રમાણે હોય છે.
સામાયિક ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં અને ભરત-ઐરવત ક્ષેત્રમાં દરેક તીર્થકરોના શાસનમાં હોય છે. સાધનાનો પ્રારંભ સામાયિક ચારિત્રથી થતો હોવાથી દરેક સાધકને તેની સ્પર્શના અવશ્ય થાય છે.
પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો નવમા વર્ષે જ તીર્થકરો પાસે કે તેમની શ્રમણ પરંપરામાં કોઈ પણ શ્રમણો પાસે સામાયિક ચારિત્રનો સ્વીકાર કરી શકે છે અને ક્રોડપૂર્વ વર્ષ પર્યત સામાયિક