________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર-૫
ક્ષય કે ઉપશમ થઈ જાય અને કેવળ સૂક્ષ્મ સંજ્વલન લોભનું જ વદન હોય, સાધકની આ પ્રકારની અવસ્થાને સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહે છે. તેમાં એક દશમું સૂક્ષ્મ સંપરાયણસ્થાન જ હોય છે. તેના બે ભેદ છે– વિશુદ્ધયમાન અને સંશ્યિમાન. વિશ્ય માન :- ચઢતા પરિણામવાળા ઉપશમ કે ક્ષપક શ્રેણી પર ચઢતા સાધકના પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી તેના ચારિત્રને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. સંક્ષિશ્યમાન - ઉતરતા પરિણામવાળા ઉપશમ શ્રેણીથી પાછા ફરતાં સાધકના પરિણામ સંક્લેશયુક્ત (હીયમાન) હોય છે. તેથી તેના ચારિત્રને સંક્ષિશ્યમાન સૂમ સંપરાય ચારિત્ર કહે છે.
પ્રત્યેક તીર્થંકરના શાસનમાં, તીર્થમાંથી કે અતીર્થમાંથી સિદ્ધ થનારા પ્રત્યેક જીવને તેમજ ઉપશમશ્રેણી કરનારા જીવને સૂક્ષ્મસંપરાય ચારિત્રની સ્પર્શના અવશ્ય થાય છે. (૫) યથાખ્યાત ચારિત્ર:- મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ સર્વથા ઉપશાંત અથવા સર્વથા ક્ષય થઈ જાય તે સમયની જીવની વીતરાગ દશાને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેના બે ભેદ છે– છદ્મસ્થ અને કેવળી. છવાસ્થ યથાખ્યાત ચારિત્ર - ૧૧મા, ૧૨માં ગુણસ્થાને વીતરાગભાવ હોવા છતાં શેષ ત્રણ ઘાતિ કર્મોનો ઉદય હોવાથી જીવની તે અવસ્થા છદ્મસ્થ કહેવાય છે અને તેનું ચારિત્ર છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. કેવળી યથાખ્યાત ચારિત્ર - ૧૩માં, ૧૪મા ગુણસ્થાને સાધક વીતરાગી હોવાની સાથે ઘાતીકર્મ રહિત અને કેવળજ્ઞાન સહિત હોય છે. તેથી તેનું ચારિત્ર કેવળી યથાખ્યાત ચારિત્ર છે.
આ રીતે પાંચે ચારિત્રમાં સંયમારાધકનો ક્રમશઃ વિકાસ સૂચિત થાય છે. (૨) વેદ દ્વાર :| ८ सामाइयसंजएणं भंते ! किं सवेयए होज्जा अवेयए होज्जा? गोयमा !सवेयए वा होज्जा, अवेयए वा होज्जा । जइ सवेयए- एवं जहा कसायकुसीले तहेव णिरवसेसं। एवंछेओवट्ठावणियसंजए वि। परिहारविसुद्धियसंजओजहा पुलाओ। सुहमसंपरायसंजओ अहक्खायसंजओ यजहा णियठो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત સવેદી હોય છે કે અવેદી હોય છે.? ઉત્તર-હે ગૌતમ! સવેદી પણ હોય છે અને અવેદી પણ હોય છે. સવેદી કે અવેદી હોય તેનું સર્વ કથન કષાયકુશીલની સમાન છે, આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધિક સંયત પુલાકની સમાન છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત, નિગ્રંથની સમાન છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં પાંચ ચારિત્રમાં વેદનું કથન છ પ્રકારના નિગ્રંથોના અતિદેશપૂર્વક છે. સામાયિક સંયત અને છેદોષસ્થાપનીય સંયતમાં સવેદી અને અવેદી બંને હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં છ થી નવ સુધીના ગુણસ્થાન હોય છે. તેમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનમાં તે સવેદક અને નવમાં ગુણસ્થાનમાં સવેદક અને અવેદક બંને હોય છે. જો સવેદક હોય તો સ્ત્રીવેદી, પુરુષવેદી અને પુરુષ નપુંસકવેદી આ ત્રણે વેદ હોય છે અને અવેદક હોય તો ઉપશમ શ્રેણીમાં ઉપશાંત વેદી અથવા ક્ષેપક શ્રેણીમાં ક્ષીણવેદી હોય છે.