________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૨૩
કષાયકુશીલ અને નિગ્રંથ અપ્રતિસેવી છે, તે દોષનું સેવન કરતા નથી અર્થાત્ તે શુદ્ધાચારી છે. તેમ છતાં ક્યારેક પરિણામોના પરિવર્તનથી કે દોષ સેવનથી બકુશ કે પ્રતિસેવના કુશીલપણાને પ્રાપ્ત કરીને અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામે તો તે પ્રતિસેવના કે બકુશ હોવા છતાં ભૂતકાલીન પર્યાય અનુસાર કષાયકુશીલ કે નિગ્રંથ કહેવાય છે; અને તેની ગતિ વિરાધના દશાવાળા કષાયકુશીલ અને નિગ્રંથપણાની થાય છે. ત્યારે તે સંયત ૧૨ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે અને પદવી પ્રાપ્ત કરતાં નથી પરંતુ સામાન્ય દેવ થાય છે.
જ્યારે કષાયકુશીલ અને નિગ્રંથ નિયંઠાવાળા શુદ્ધાચાર સહિત આરાધના ભાવમાં મૃત્યુ પામે તો આરાધનાની અપેક્ષાએ પોત-પોતાની ગતિ અનુસાર ઉત્પન્ન થાય છે અને કોઈપણ પદવી પ્રાપ્ત કરી શકે છે. આરાધનાદશામાં મૃત્યુ પામનાર કષાયકુશીલનિગ્રંથ પ્રથમ દેવલોકથી અનુત્તર વિમાન સુધી પાંચમાંથી કોઈપણ પદવી પ્રાપ્ત કરી શકે છે અને નિગ્રંથ નિયંઠાવાળા અણુત્તર વિમાનમાં અવશ્ય અહમેન્દ્ર પદવી પ્રાપ્ત કરે છે.
આ રીતે પુલાક, બકુશ, પ્રતિસેવના નિયંઠામાં આરાધનાદશા તેમજ કષાયકુશીલ અને નિગ્રંથ નિયંઠામાં વિરાધનાદશા ઘટિત થાય છે. સંક્ષેપમાં સંયમની વિરાધનાયુક્ત પ્રવૃતિમાં(પરિણામમાં) કાળ કરનાર વિરાધનાદશાની (બકુશ આદિની) ગતિ પામે છે અને સંયમ વિરાધનાયુક્ત પ્રવૃતિમાં(પરિણામમાં) આયુષ્ય બંધ કરનાર ભગવતી સૂત્ર શતક–૧/૨ કથિત વિરાધક સાધુની ગતિ પામે છે.
નિગ્રંથોમાં ક્ષીણ કષાયી નિગ્રંથ પ્રતિપાતિ થતાં નથી, તેનું મૃત્યુ પણ થતું નથી તે અવશ્ય સ્નાતકપણાને જ પામે છે. તેથી તેની ગતિ નથી તે અમર કહેવાય છે. આરહ પડુન્ન-વિવાહ પદુષ્ય-અંત સમયે પોતાના જીવનભરનાદુષ્કૃત્યોની આલોચનાનિંદા, ગહ આદિ કરી, તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ બનવું જ્ઞાનાદિની આરાધનામાં લીન થવું; તેને આરાધના કહે છે અને તેની ગતિ આરાધનાયુક્ત ગતિ કહેવાય છે. પોતાના દુષ્કૃત્યોની આલોચનાદિ ન કરવા, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું, દોષ સેવનના ભાવોની પરંપરા ચાલુ રાખવી; અથવા અંત સમયે દોષ સેવન દશા અને તેના પરિણામ આવી જાય. તેને વિરાધના કહે છે અને તેની ગતિ વિરાધનાયુક્ત ગતિ કહેવાય છે. નિગ્રંથની ગતિ, સ્થિતિ અને પદવી - નિગ્રંથ
ગતિ
| સ્થિતિ
પદવી. જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાકે પ્રથમ દેવલોક | આઠમો દેવલોક અનેક પલ્યોપમ | ૧૮ સાગરોપમ | ચારમાંથી એક બકુશ, પ્રતિસેવના પ્રથમ દેવલોક | બારમો દેવલોક અનેક પલ્યોપમ | રર સાગરોપમ ચારમાંથી એક કષાય કુશીલ | પ્રથમ દેવલોક | | અનુત્તર વિમાન અનેક પલ્યોપમ | ૩૩ સાગરોપમ |પાંચમાંથી એક નિગ્રંથ | અનુત્તર વિમાન |
૩૩ સાગરોપમ અહમેન્દ્ર સ્નાતક
| સિદ્ધગતિ સાદિ અનંતકાલ | * પાંચ પદવી-ઇન્દ્ર, સામાજિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ, અહમેન્દ્ર. (૧૪) સંયમ સ્થાન દ્વાર :६८ पुलागस्स णं भंते ! केवइया संजमट्ठाणा पण्णत्ता? गोयमा ! असंखेज्जा संजमट्ठाणा पण्णत्ता । एवं जावकसायकुसीलस्स ।