________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલને કેટલા શરીર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ, ચાર અથવા પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય, તો ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર હોય છે. ચાર શરીર હોય, તો ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર અને પાંચ શરીર હોય, તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર હોય છે. નિગ્રંથ અને સ્નાતકના શરીર, પુલાકની સમાન છે.
વિવેચનઃ
૩૧૪
પુલાક લબ્ધિવાનને અન્ય લબ્ધિ હોતી નથી તેમજ નિગ્રંથ અને સ્નાતકને કોઈપણ લબ્ધિ હોતી નથી, તેથી તેને ત્રણ શરીર હોય, બકુશ અને પ્રતિસેવનાકુશીલને વૈક્રિયલબ્ધિ હોય શકે પરંતુ આહારક લબ્ધિ હોતી નથી, તેથી તેમાં ત્રણ અથવા ચાર શરીર હોય છે. કષાયકુશીલમાં વૈક્રિય અને આહારક બંને લબ્ધિની સંભાવના છે તેથી તેમાં ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે.
નિગ્રંથોમાં શરીર ઃનિગ્રંથ પુલાક, નિગ્રંથ સ્નાતક બકુશ, પ્રતિસેવના
કષાયકુશીલ
(૧૧) ક્ષેત્ર દ્વાર :
४९ ला भंते! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा ? गोयमा ! जम्मणसंतिभाव पडुच्च कम्मभूमीए होज्जा, जो अकम्मभूमीए होज्जा ।
કુલ શરીર | ઔદારિક તૈજસ, કાર્યણશરીર
૩
*
૫
વૈક્રિય શરીર
X
• ભજના
• ભજના
આહારક શરીર
X
X
• ભજના
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં નથી.
५० बउसे णं भंते ! पुच्छा ? गोयमा ! जम्मण-संतिभावं पडुच्च कम्मभूमीए होज्जा, जो अकम्मभूमीए होज्जा। साहरणं पडुच्च कम्मभूमीए वा होज्जा, अकम्मभूमीए वा होज्जा । एवं जाव सिणाए ।
શબ્દાર્થ :- સતિભાવં- સદ્ભાવ સાહળ = સંહરણ–દેવાદિ દ્વારા એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવું. ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બકુશ શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં નથી. પરંતુ સંહરણની અપેક્ષાએ કર્મભૂમિમાં પણ હોય છે અને અકર્મભૂમિમાં પણ હોય છે, આ રીતે સ્નાતક પર્યંત જાણવું. વિવેચનઃ
નમળ-તિમાાં પડુત્ત્વ- કર્મભૂમિના મનુષ્યો જ ચારિત્ર અંગીકાર કરી શકે છે. તેથી સર્વ પ્રકારના નિયંઠા જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ તો કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો યુગલિક હોવાથી ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી.