________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૧૧]
४० कसायकुसीलेणंभंते !पुच्छा? गोयमा !जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं चोद्दसंपुव्वाइं अहिज्जेज्जा । एवं णियंठे वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અષ્ટ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટ ચૌદપૂર્વ સુધી ભણે છે. આ રીતે નિગ્રંથમાં પણ જાણવું. ४१ सिणाए णं भते ! पुच्छा? गोयमा ! सुयवइरित्ते होज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક કેટલું કૃત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! સ્નાતક શ્રુતવ્યતિરિક્ત હોય છે અર્થાત્ તેમાં શ્રુતજ્ઞાન હોતું નથી, કેવળજ્ઞાન હોય છે. વિવેચન:
- પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથમાં શ્રુતદ્વારના માધ્યમથી શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કથન છે. કોઈ પણ નિગ્રંથને ચારિત્ર પાલન માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન આવશ્યક છે, ચારિત્ર જ્ઞાનપૂર્વક જ હોય છે, તેથી પ્રત્યેક નિયંઠામાં જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. પુલાકમાં જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યત અને ઉત્કૃષ્ટ નવ પૂર્વનું જ્ઞાન હોય છે, તેનાથી અલ્પજ્ઞાની અને દસ-ચૌદપૂર્વી પણ પુલાક નિગ્રંથ થતા નથી. બકુશ અને પ્રતિસેવનાશીલમાં જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ દશપૂર્વનું જ્ઞાન હોય છે. તેનાથી અધિક જ્ઞાન (ચૌદપૂર્વનું જ્ઞાન) તેને હોય તો પણ તે નષ્ટ થઈ જાય છે. કષાયકુશીલ અને નિગ્રંથમાં જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. સ્નાતક કેવળજ્ઞાની હોવાથી શ્રુતવ્યતિરિક્ત હોય છે. નિગ્રંથોમાં શ્રુતઃનિગ્રંથ જઘન્ય શ્રુત
ઉત્કૃષ્ટ કૃત મુલાક નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ
નવ પૂર્વ બકુશ-પ્રતિસેવના
૧૦ પૂર્વ કષાયકુશીલ
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ નિગ્રંથ સ્નાતક
શ્રુતવ્યતિરિક્ત-કેવળજ્ઞાની (૮) તીર્થ દ્વાર:४२ पुलाए णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे होज्जा?गोयमा ! तित्थे होज्जा, णो अतित्थे होज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મુલાક, શું તીર્થમાં હોય કે અતીર્થમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! તીર્થમાં હોય છે, અતીર્થમાં હોતા નથી. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ તીર્થમાં જ હોય છે. ४३ कसायकुसीलेणं भते !पुच्छा? गोयमा !तित्थेवा होज्जा, अतित्थेवा होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં? ઉત્તર- હે ગૌતમ ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે.
૧૪ પૂર્વ ૧૪ પૂર્વ