________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
[ ૨૮૫ ]
पउएचूलियंगे,चूलिए, सीसपहेलियंगे,सीसपहेलिया, पलिओवमे,सागरोवमे, ओसप्पिणी, एवं उस्सप्पिणी वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક સ્તોકમાં શું સંખ્યાત સમયો છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે અસંખ્યાત સમયો છે. આ જ રીતે લવ, મુહુર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચુલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી અને ઉત્સર્પિણી, આ સર્વમાં અસંખ્યાત સમયો હોય
| ५ पोग्गलपरियट्टेणंभंते ! किं संखेज्जासमया,असंखेज्जासमया,अणंता समया? गोयमा ! णो संखेज्जा समया,णो असंखेज्जा समया, अणंता समया । एवं तीयद्धा, अणागयद्धा,सव्वद्धा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પુલ પરાવર્તનમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત સમયો નથી, અસંખ્યાત સમયો નથી પરંતુ અનંત સમયો છે. આ રીતે ભૂતકાલ, ભવિષ્યકાલ તથા સર્વકાલના વિષયમાં પણ જાણવું. |६ आवलियाओणं भंते ! किं संखेज्जा समया, असंखेज्जासमया, अणंता समया? गोयमा !णो संखेज्जा समया, सिय असंखेज्जा समया, सिय अणंता समया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક આવલિકાઓમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત સમયો નથી, કદાચિતુ અસંખ્યાત સમયો અને કદાચિતુ અનંત સમયો હોય છે.
७ आणापाणू णं भंते ! किं संखेज्जा समया, असंखेज्जा समया, अणंता समया? गोयमा ! एवं चेव। શદાર્થ -આગાપૂ શ્વાસોશ્વાસ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક શ્વાસોશ્વાસમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપરોક્ત પ્રમાણે અસંખ્ય કે અનંત સમયો છે.
८ थोवाणं भंते ! किंसंखेज्जासमया,असंखेज्जासमया, अणता समया? गोयमा! एवं चेव । एवं जावओसप्पिणीओ त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક સ્તોકમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર-હે ગૌતમ! ઉપરોક્ત પ્રમાણે અસંખ્યાત કે અનંત સમયો છે. આ રીતે અવસર્પિણી કાલ પર્યત જાણવું.