________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
સુધી ચલનક્રિયાથી અટકીને, નિષ્કપ થઇને પુનઃ ચલિત થાય ત્યારે સ્વસ્થાનની અપેક્ષાએ તેનું અંતર જઘન્ય એક સમયનું થાય. તે જ પરમાણુ અસંખ્યાત કાલ સુધી નિષ્કપ રહીને પછી ચલિત થાય ત્યારે સ્વસ્થાનની અપેક્ષાએ સકંપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે.
૨૭૧
પરસ્થાનની અપેક્ષાએ સકંપતાનું અંતર :– પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ રૂપે જોડાઈને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પર્યંત નિષ્કપ રહે છે કારણ કે કોઈપણ સ્કંધની સ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્યાર પછી ચલિત થાય તો પરસ્થાનની અપેક્ષાએ તેનું સકંપતાનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું થાય છે. આ રીતે દરેક સ્કંધનું અંતર થાય છે.
સ્વસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર ઃ– જ્યારે નિષ્કપ પરમાણુ કે સ્કંધ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત સકંપ રહીને પછી નિષ્કપ થાય ત્યારે તેનું સ્વસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું થાય છે.
પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર ઃ- પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ સાથે એક સમય સકંપ રહીને પછી નિષ્કુપ થાય તો પરસ્થાનની અપેક્ષાએ તેનું જઘન્ય એક સમયનું અંતર થાય છે અને તે જ પરમાણુ અસંખ્યાતકાલ પર્યંત દ્વિપ્રદેશી બંધ સાથે રહીને પછી તે સ્કંધથી પૃથક્ થઈને પરમાણુ રૂપે નિષ્કપ થઈ જાય, ત્યારે પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાલનું થાય છે.
દ્વિપ્રદેશી સ્કંધ સકંપ થઈને અનંતકાલ પર્યંત ઉત્તરોત્તર અન્ય અનંત પુદ્ગલોની સાથે સંબદ્ધ થતાં થતાં પુનઃ તે જ પરમાણુની સાથે સંબદ્ધ થઈને પુનઃ સકંપ થાય ત્યારે પરસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે અર્થાત્ પરમાણુ પુદ્ગલનું પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલ અને દ્વિપ્રદેશી આદિ સ્કંધનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું હોય છે.
બહુવચનની અપેક્ષાએ પરમાણુઓ અને સ્કંધોમાં સકંપતા અને નિષ્કપતા હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તેમાં અંતર નથી.
-
સકંપ, નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ९९ एसिणं भंते! परमाणुपोग्गलाणं सेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा परमाणुपोग्गला सेया, णिरेया असंखेज्जगुणा । एवं जाव असंखेज्जपएसियाणं खंधाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ પરમાણુ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સકંપ પરમાણુ પુદ્ગલ છે અને નિષ્કપ પરમાણુ પુદ્ગલ અસંખ્યાત ગુણા છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
१०० एएसि णं भंते ! अणतपएसियाणं खंधाणं सेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा अणतपएसिया खंधा णिरेया, सेया अणंतगुणा ।
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધ છે, તેનાથી સકંપ અનંતપ્રદેશી સ્કંધ અનંતગુણા છે.