________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૫ ]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધોમાં ચાર યુગ્મનું નિરૂપણ કર્યું છે. શેત્રાપેક્ષા કૃતયુગ્મદિ-પરમાણુ પુદ્ગલ એક પ્રદેશ પર અવગાહના કરે છે તેથી તે કલ્યોજ પ્રદેશાવગાઢ જ હોય છે.
કોઈપણ સ્કંધ પોતાના પ્રદેશની સમાન અથવા તેનાથી ન્યૂન આકાશપ્રદેશને અવગાહી શકે છે. તેથી અનંત પ્રદેશ સ્કંધ ઓછામાં ઓછા એક આકાશ પ્રદેશ પર રહી શકે છે અને વધારેમાં વધારે અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહીને રહી શકે છે..
ક્રિપ્રદેશ સ્કંધમાં બે પ્રદેશ છે. તેથી તે ક્યારેક દ્વાપરયુગ્મ (બે) પ્રદેશ પ્રદેશાવગાઢ અને ક્યારેક કલ્યોજ(એક) પ્રદેશાવગાઢ હોય છે. ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પ્રદેશ હોય છે. તે કયારેક ત્રણ, ક્યારેક બે અને
ક્યારેક એક પ્રદેશાવગાઢ હોય છે. તેથી તે વ્યોજ પ્રદેશાવગાઢ, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. સંખ્યાત પ્રદેશ સ્કંધ, ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશાવગાઢ; અસંખ્યાત-પ્રદેશી અંધ ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશાવગાઢ અને અનંતપ્રદેશીસ્કંધ પણ ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે કારણ કે લોકાકાશના અસંખ્યાતપ્રદેશો જ છે. આ સંખ્યાત પ્રદેશાવગાઢ આદિ સ્કંધોમાં ચારમાંથી કોઈપણ રાશિ હોય છે.
અનેક પરમાણુઓ ઓઘાદેશથી સકળ લોકવ્યાપી હોવાથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી (એક-એક પરમાણુની અપેક્ષાએ) સર્વ પરમાણુ એક-એક આકાશ પ્રદેશમાં અવગાઢ હોવાથી કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. દ્ધિપ્રદેશી સ્કંધો પણ સંપૂર્ણ લોકમાં હોવાથી ઓઘાદેશથી કતયુગ્મ છે. વિધાનાદેશથી જે દ્ધિપ્રદેશી અંધ દ્ધિપ્રદેશાવગાઢ છે તે દ્વાપરયુગ્મ છે અને જે દ્ધિપ્રદેશી અંધ, એક પ્રદેશાવગાઢ છે તે કલ્યોજ છે. આ રીતે અન્ય સ્કંધો સંબંધી પણ વિચાર કરી લેવો જોઈએ. સ્થિતિ અને વર્ણ, ગંધ, રસ પર્યાયોની અપેક્ષાએ – પરમાણુ પુદ્ગલથી લઇને અનંતપ્રદેશી સ્કંધ સુધીની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. તેથી તેમાં ચારે ય રાશિ ઘટિત થાય છે. વર્ણ, ગંધ અને રસ પર્યાયોનું કથન સ્થિતિની સમાન છે. કારણ કે પરમાણુ અને સ્કંધોમાં એકથી અનંત ગુણ કાળા આદિ વર્ણ, ગંધ, રસ હોય છે. તેથી તેમાં પણ ચારે રાશિ હોય છે. સ્પર્શ પર્યાયોની અપેક્ષા :- આઠ સ્પર્શમાં કર્કશ સ્પર્શનો ક્રમ પ્રથમ છે અને કર્કશ આદિ ચાર સ્પર્શ અનંતપ્રદેશી બાદર સ્કંધમાં જ હોય છે; પરમાણુથી લઈને અનંત પ્રદેશી સૂક્ષ્મ સ્કંધમાં કર્કશ આદિ ચાર સ્પર્શ હોતા નથી. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળભૂત સ્પર્શ પરમાણુથી સૂક્ષ્મ અનંતપ્રદેશી સ્કંધ પર્યતમાં અને બાદર સ્કંધમાં પણ હોય છે. તેનું કથન કાળા વર્ણની સમાન છે અને કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પર્યાયોમાં ઓવાદેશથી ક્યારેક કૃતયુગ્મ, ક્યારેક ચોજ, ક્યારેક દ્વાપરયુગ્મ અને ક્યારેક કલ્યોજ હોય છે. વિધાનાદેશથી તે ચારે ય રાશિ હોય છે.