________________
શ્રી ભગવતી સૂત્ર-૫
८० परमाणुपोग्गले णं भंते ! किं कडजुम्मसमयट्ठिईए, पुच्छा ? गोयमा ! सिय कडजुम्म समयट्ठिईए जावसिय कलिओगसमयट्ठिईए। एवं जाव अणतपएसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિ- વાળા છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
૨૬૪
८१ परमाणुपोग्गला णं भंते! किं कडजुम्मसमयठिईए, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया जावसिय कलिओगसमयट्ठिईया । विहाणादेसेणं कडजुम्म समयट्ठिईया वि जावकलिओगसमयद्विईया वि । एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. આ રીતે અનંતપ્રદેશી કંધો સુધી જાણવું.
८२ परमाणुपोग्गलेणं भंते! कालवण्णपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा ? गोयमा ! जहा ठिईए वत्तव्वया एवं वण्णेसु वि सव्वेसु । गंधेसु वि एवं चेव । रसेसु वि जाव महुर रसेत्ति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિની વક્તવ્યતાનુસાર જાણવું. સર્વ વર્ણ, ગંધ અને રસમાં મધુર રસ પર્યંત જાણવું જોઈએ.
८३ अणतपएसिए णं भंते! खंधे कक्खडफासपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा ? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કદાચિત્ કલ્યોજ હોય છે.
८४ अणतपएसिया णं भंते ! खंधा कक्खडफासपज्जवेहिं किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा । विहाणादेसेण कडजुम्मा वि जावकलिओगा वि । एवं मउय गरुय - लहुया वि भाणियव्वा । सीय-उसिण- णिद्ध-लुक्खा
जहा वण्णा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી કંધો કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ રીતે મૃદુ, ગુરુ અને લધુ સ્પર્શ પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શનું કથન વર્ણોની સમાન છે.