________________
૨૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
दव्वट्ठयाएसंखेज्जगुणा,तेचेव पएसट्ठयाएसंखेज्जगुणा । असंखेज्जगुणकक्खडापोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा,तेवपएसट्टयाए असंखेज्जगुणा । अणंतगुणकक्खडापोग्गला दव्वट्ठयाए अणंतगुणा,तेवपएसट्टयाए अणतगुणा । एवंमउयगरुय लहुयाण विअप्पाबहुया सीयउसिणणिद्धलुक्खाणजहावण्णाणतहेव । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! એક ગુણ કર્કશ, સંખ્યાતગુણ કર્કશ, અસંખ્યાતગુણ કર્કશ અને અનંતગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!દ્રવ્યથી– સર્વથી થોડા એક ગુણ કર્કશ પુદગલો છે. તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો અસંખ્યાતગુણા છે, તેનાથી અનંતગુણા કર્કશ પુગલો અનંતગુણા છે. પ્રદેશથી પણ આ જ પ્રકારે સમજવું જોઈએ, પરંતુ વિશેષ એ છે કે સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. શેષ પૂર્વવત્ છે. દ્રવ્ય-પ્રદેશથી- સર્વથી થોડા એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યથી અને અપ્રદેશથી તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુલો દ્રવ્યથી સંખ્યાતગુણા છે, તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો, પ્રદેશથી સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો, પ્રદેશથી અસંખ્યાત- ગુણા છે. તેનાથી અનંતગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યથી અનંતગુણા છે. તેનાથી અનંતગુણા કર્કશ પુદ્ગલો પ્રદેશથી અનંતગુણા છે. આ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પણ જાણવા. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોનું અલ્પબદુત્વ વણોના અલ્પબદુત્વની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ પરમાણ આદિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પ્રધાનતાથી ક્રમશઃ અલ્પબદુત્વનું કથન કર્યું છે.
દ્રવ્યની પ્રધાનતામાં પરમાણુ, સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ, તે ચારનું ક્ષેત્રની પ્રધાનતામાં એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્ય પ્રદેશાવગાઢ, તે ત્રણનું; કાલની પ્રધાનતામાં એક સમયની, સંખ્યાત સમયની અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા, તે ત્રણનું અને ભાવની પ્રધાનતામાં એક ગુણકાળા, સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણકાળા અને અનંતગુણકાળા, તે ચારનું અલ્પબહુત્વ કહ્યું છે. અલ્પબદુત્વનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
વરંસહેલુFRહ પોતા પાકુવામહેન્ગગુણા-એક ગુણ કર્કશ પુદ્ગલસ્કંધોથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલસ્કંધો પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા નથી પરંતુ અસંખ્યાતગુણા છે. સૂત્રકારના આ કથનથી સંખ્યાતગુણ કર્કશ પુગલોની વિશાળતા પ્રતીત થાય છે. અર્થાત્ તે સ્કંધોમાંથી ઘણા સ્કંધોના પ્રદેશો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ તુલ્ય સંખ્યાતા હોય છે. તેથી તે સ્કંધો દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણા હોવા છતાં પ્રદેશની અપેક્ષાએ પૂર્વના બોલની સંખ્યાથી અસંખ્યગુણા થઇ જાય છે. પુગલ દ્રવ્યમાં કૃતયુગ્માદિ -
६० परमाणुपोग्गलेणं भंते !दव्वट्ठयाए किं कडजुम्मे, तेओए, दावरजुम्मे, कलिओगे? गोयमा ! णो कडजुम्मे, णोतेओए, णोदावरजुम्मे, कलिओगे। एवं जावअणंतपएसिए હવા