________________
| હું જૈન દર્શનની અતિ સૂક્ષ્મતાભરી ચર્ચા કે છણાવટની તુલના કોઈ પણ શાસ્ત્ર કરી શકે તેમ નથી. આટલા ગહન ભાવોમાં બૌદ્ધિક રમણતા કરી શાસ્ત્રકાર શું સિદ્ધ કરવા માંગે છે? અથવા તેનો મૌલિક ઉદ્દેશ શું છે?
સમાધાન છે કે વ્યવહાર બુદ્ધિએ કે વ્યવહાર નયે, આ બધી તત્ત્વચર્ચા જીવના અનંત રખડપાટના ઉત્પત્તિ સ્થાનો વિષે મર્માઘાત કરે છે. પદાર્થ પ્રત્યે કે આ ભૌતિક જગતના જીવ રાશિના શુભાશુભ ભાવો પ્રત્યે અનંત રાગ દ્વેષની પ્રણાલી બંધાયેલી છે. તેનો વિચ્છેદ કરી ગાંઠગાંઠ ખોલી નાંખીને, સાચા અર્થમાં નિગ્રંથપણું પ્રાપ્ત કરવું તે મુખ્ય ઉદ્દેશ જણાય છે.
નવ્યન્યાયના મહા ધુરંધર વિદ્વાન અતિ સૂક્ષ્મ પદાર્થના નિરૂપણમાં એટલી બધી ઊંડાઈનો સ્પર્શ કરે છે કે તે સમજવી કઠણ પડે, ત્યારે કોઈ શિષ્ય પૂછ્યું કે આ બધી સૂક્ષ્મ ચર્ચાઓથી ફાયદો શું? આવી ઝીણી વાત સાંભળનારો પણ નહીં મળે, સમજવા- વાળો તો દૂર રહ્યો. ત્યારે ગદાધર બોલ્યા કે કોઈ નહીં મળે તો હું બોરડીના ઝાડ સાથે ચર્ચા કરીશ, કલાકો સુધી બોરડીના ઝાડને ન્યાય દર્શનની ઝીણી તાલિકાઓ(ફકીકાઓ) સમજાવીશ, ભલે બોરડી સાંભળે કે ન સાંભળે પરંતુ આ બધી ચર્ચા હું શા માટે કરીશ, તમને તે સમજાય છે?
જુઓ! વાસના ક્ષાર્થ તત્ત્વવવ . આ બધી ઝીણી તત્ત્વચર્ચાથી બુદ્ધિ તેમાં અવરોધાય છે અને વાસનાઓ ક્ષય પામે છે. ખરેખર ! ગદાધરજીનો આ જવાબ અલૌકિક છે. જૈન શાસ્ત્રની સૂક્ષ્મચર્ચા માટે આ જવાબ એટલો જ સચોટ છે. ભગવાને નિરંતર સ્વાધ્યાય કરવાનું કહ્યું છે, તેનો પણ આ જ હેતુ છે. સ્પષ્ટ થયું કે શાસ્ત્રોમાં આવતું સૂક્ષ્માતિસૂક્ષ્મ તાત્વિક જ્ઞાન સાધકની એકાગ્રતા માટે અને અનાદિ અભ્યસ્ત વાસનાઓના અવરોધ તથા ક્ષય માટે છે.
ઉત્પત્તિ સ્થાનોની ચર્ચામાં– “સ્વર્ગના દેવતાઓ ફૂલમાં ઉપજે છે.” ખરેખર! આ એક માર્મિક વિધાન છે. આના ઉપરથી જૈનદર્શનનો ખાસ સિદ્ધાંત ઉપસી આવે છે કે યત્ર તિતત્ર ૩ત્પત્તિઃ અર્થાતુ જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ. ખરેખર! જીવ જ્યાં-જ્યાં પ્રીતિ કરે છે, ત્યાં-ત્યાં બંધાય છે અને જન્મ-મૃત્યુનો વધારો કરે છે. એટલે જ ભક્તિ શાસ્ત્રમાં કહ્યું છે– મુ. ઘર વિહાય સર્વ જ્ઞાતિ વનીયા, ભાવત્ દર્શન વિદાય અન્ય વર્ણન વધુ રણમ્ અર્થાત્ ગુરુ ચરણ છોડીને કયાંય પ્રીતિ
C 25 ON :--