________________
૨૧૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
સંસ્થાનોમાં કૃતયુગ્માદિ રાશિ - २३ परिमंडलेणंभंते! संठाणेदव्वट्ठयाए किंकडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलियोए ? गोयमा ! णो कडजुम्मे, णो तेयोए, णो दावरजुम्मे, कलियोए । वट्टे णं भंते! संठाणे दव्वट्ठयाए, पुच्छा? गोयमा ! एवं चेव जाव आयए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! એક પરિમંડલ સંસ્થાન દ્રવ્યરૂપે(દ્રવ્યાપેક્ષયા, દ્રવ્યથી) શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ! કૃતયુગ્મ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ પણ નથી પરંતુ કલ્યોજ છે. પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યરૂપે શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતું. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २४ परिमंडला णं भंते ! संठाणा दव्वट्ठयाए किं कडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सियकडजुम्मा, सियतेयोगा,सियदावरजुम्मा, सिय कलियोगा, विहाणादेसेणं णो कडजुम्मा,णोतेयोगा,णोदावरजुम्मा, कलियोगा। एवं जाव आयया । શબ્દાર્થ :- વાર્ષિ = ઓઘાદેશથી, સામાન્યતયા, સમુચ્ચય રૂપે, સર્વસામાન્યની અપેક્ષાએ, એક સાથે સમૂહરૂપે વિચારતાં વિહાલેખ = વિધાનાદેશથી, એક-એકની અપેક્ષાએ, એક-એકનો વિચાર કરતાં. ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યરૂપે શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિત્ કૃતયુમ, કદાચિત્ ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત કલ્યોજ હોય છે. એક-એકની અપેક્ષાએ કતયુગ્મ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી પરંતુ કલ્યોજ છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २५ परिमंडलेणं भंते ! संठाणे पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मे, सिय तेयोगे, सिय दावरजुम्मे, सिय कलियोए। एवं जावआयए। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! એક પરિમંડલ સંસ્થાન પ્રદેશથી (પ્રદેશરૂપે, પ્રદેશાપેક્ષા) શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુમ, કદાચિત્ વ્યાજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત્ કલ્યોજ છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २६ परिमंडला णं भंते! संठाणा पएसट्ठयाए किं कडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलियोगा, विहाणादेसेणं कडजुम्मा वि, तेयोगा वि, दावरजुम्मा वि, कलियोगा वि । एवं जाव आयया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશથી શું કતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિતુ કૃતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ હોય છે. એક-એકની અપેક્ષાએ કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પણ હોય છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંસ્થાનોની રાશિ નિશ્ચિત કરી છે. શાસ્ત્રોમાં મુખ્યતયા ચાર રાશિ પ્રચલિત