________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૨
| ૨૦૩ |
(૧) દ્રવ્યથી– અનંત પ્રદેશી કંધોને, (૨) ક્ષેત્રથી– અસંખ્યપ્રદેશાવગાઢ પુલોને, (૩) કાલથી- એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલોને, (૪) ભાવથી- અનંત વર્ણાદિથી યુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવું. સ્થિત-અસ્થિત દ્રવ્ય :- ગતિ રહિતના પુદ્ગલ દ્રવ્ય સ્થિત અને ગતિ સહિતના મુદ્દગલ દ્રવ્ય અસ્થિત કહેવાય છે.
જીવ સ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યોને પણ ત્યાંથી ખેંચીને ગ્રહણ કરે છે. કેટલી દિશાના પુદ્ગલ ગ્રહણ કરે? છ એ દિશામાં પગલો સ્થિત છે. જીવ જયાં સ્થિત હોય, ત્યાં તેને અન્ય દિશાનો વ્યાઘાત(અવરોધ) ન હોય તો છ દિશાના અને વ્યાઘાત હોય તો યથાયોગ્ય ૩,૪,૫ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. પાંચ શરીર યોગ્ય પગલો :- ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલો ગ્રહણ કરે છે. જે દ્રવ્ય અસ્થિત છે તેને પોતાની શક્તિથી ખેંચીને ગ્રહણ કરે છે. તૈજસ અને કાશ્મણ શરીરને માટે સ્થિત દ્રવ્યોને જ ગ્રહણ કરે છે. કારણ કે તેનો તથાપ્રકારનો સ્વભાવ જ છે.
વૈક્રિય અને આહારક શરીરને યોગ્ય પગલો છ દિશામાંથી જ ગ્રહણ થાય છે. કારણ કે વૈક્રિય શરીરી જીવ પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય છે. તેનું સ્થાન ત્રસનાડીમાં જ છે.
વૈક્રિયશરીરી જીવો ત્રસનાડીમાં હોવાથી તે છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. આહારક શરીર મનુષ્યોને જ હોય છે અને તે પણ ત્રસ નાડીમાં હોવાથી છ દિશાના પગલો ગ્રહણ કરે છે.
ઔદારિક તૈજસ અને કાર્મણ શરીરી જીવો લોકના નિષ્ફટ- ખૂણાઓમાં પણ હોય છે. તેને અન્ય દિશાના વ્યાઘાતની સંભાવના હોવાથી ત્રણ,ચાર,પાંચ દિશાના પગલો ગ્રહણ કરે છે અને તે જીવો નિઘાતની અપેક્ષાએ છએ દિશાના પુદ્ગલોને પણ ગ્રહણ કરે છે.. પાંચ ઇન્દ્રિય યોગ્ય પુદગલો - જીવો પાંચ ઇન્દ્રિયોને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને રસેન્દ્રિય ત્રસ જીવોને હોય છે અને તે જીવો ત્રસ નાડીમાં હોવાથી તેને યોગ્ય પુગલો છ દિશામાંથી અને સ્પર્શેન્દ્રિયવાળા જીવો સર્વ લોકમાં હોવાથી તેને યોગ્ય પગલો ત્રણ,ચાર, પાંચ કે છ દિશામાંથી ગ્રહણ કરે છે. ત્રણ યોગ યોગ્ય પગલો :- તથા પ્રકારના સ્વભાવે મનોયોગ અને વચન યોગને માટે સ્થિત દ્રવ્યોને અને છ દિશાના દ્રવ્યો ગ્રહણ કરે છે. કાયયોગને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુગલો ગ્રહણ કરે છે. એકેન્દ્રિયની અપેક્ષાએ ત્રણ,ચાર,પાંચ કે છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. શ્વાસોચ્છવાસ યોગ્ય પગલો -જીવ શ્વાસોચ્છવાસને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જગતના સર્વ જીવો શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેથી પ્રત્યેક જીવ પોતાના સ્થાનાનુસાર ત્રણ,ચાર,પાંચ કે છ દિશાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જીવને ગ્રાહ્ય પુદ્ગલો :પુદ્ગલો
સ્થિત | અસ્થિત | દિશામાંથી ઔદારિક શરીર યોગ્ય
૩,૪,૫,૬ વૈક્રિય શરીર યોગ્ય