________________
[ ૧૯૨ |
શ્રી ભગવતી સત્ર-૫
યોગમાં સમ-વિષમતા :
५ दोभंते ! णेरइया पढमसमयोववण्णगा किं समजोगी, विसमजोगी? गोयमा ! सिय समजोगी,सिय विसमजोगी।
से केणतुणं भंते! एवं वुच्चइ-सिय समजोगी, सिय विसमजोगी? गोयमा! आहारयाओ वा से अणाहारए, अणाहारयाओवा से आहारए सियहीणे, सियतुल्ले, सिय अब्भहिए। जइहीणे- असंखेज्जइभागहीणेवासंखेज्जइभागहीणेवासंखेज्जगुणहीणे वा। असंखेज्जगुणहीणेवा । अह अब्भहिए असंखेज्जइभागमभहिएवासंखेज्जइभागमभहिए वा संखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुणमब्भहिए वासेतेणटेणं जावसिय विसमजोगी। एवं जाववेमाणियाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય ઉત્પન્ન બે નૈરયિકો સમયોગી છે કે વિષમયોગી ? ઉત્તરગૌતમ! કદાચિત્ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે કદાચિત્ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે? ઉત્તર- હે ગૌતમ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચિત્ તુલ્ય યોગી અને કદાચિત્ અધિક યોગી હોય છે. જો તે હીનયોગી હોય, તો અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય છે, જો અધિક હોય, તો અસંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે તે જીવો કદાચિતુ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં એક સમયે ઉત્પન્ન થયેલા બે જીવોના યોગની તરતમતા અને સમાનતાનું કથન છે. સમયોગી-વિષમયોગી - પ્રથમ સમયોપપન્નક બે જીવોનું યોગ સામર્થ્ય સમાન હોય, તો તે સમયોગી અને બે જીવોનું યોગ સામર્થ્ય વિષમ હોય, તો તે વિષમયોગી કહેવાય છે.
એક જ સમયે ઉત્પન્ન થયેલા બે નારકો પાસે વર્તમાન સમયની સામગ્રી સમાન છે કારણ કે બંને જીવોનો ઉત્પત્તિનો પ્રથમ સમય છે. બંને જીવો કાર્પણ શરીર દ્વારા વૈક્રિય શરીર યોગ્ય પગલો ગ્રહણ કરે છે તે બંને જીવોનું શરીર અપૂર્ણ છે. તેમ છતાં તે બંને જીવોના યોગમાં તરતમતા પણ હોય શકે છે. સમ સમયવર્તી જીવોના યોગોની વિષમતા:- એક જીવ ઋજુગતિથી જ નરકમાં ઉત્પન્ન થયો હોય, તો તે જુગતિમાં પણ આહારક છે અને ઉત્પન્ન થઈને પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. આ રીતે તે નિરંતર આહારક હોવાના કારણે પુગલોથી ઉપસ્થિત હોય છે તેથી તેનું યોગ સામર્થ્ય અધિક હોય છે.
બીજો જીવ બે કે ત્રણ સમયની વક્રગતિથી નરકમાં ઉત્પન્ન થયો હોય, તો તે વક્રગતિમાં એક કે બે સમય અનાહારક હોય છે અને ઉત્પન્ન થઈને પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. આ રીતે તે જીવ અનાહારક થઈને આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરવાના સમયે તે પુદ્ગલોથી અનુપચિત હોવાથી તેનું યોગ સામર્થ્ય પહેલા જીવથી હીન હોય છે.