________________
| ૧૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. વિશેષતા એ છે કે વિજય આદિ અનુત્તર વિમાનમાં પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે. २३ सव्वट्ठसिद्धगदेवा णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! उववाओ जहेव विजयादीण । जावભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! ઉત્પત્તિ સંબંધી સર્વ કથન વિજયાદિ અનુત્તર વિમાનની સમાન છે. યાવત२४ सेणं भंते ! केवइयकालदिईएस उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं तेत्तीस सागरोवमट्ठिईएसु, उक्कोसेण वितेत्तीसंसागरोवमट्ठिईएसु उववज्जति, अवसेसा जहा विजयाईसुउववज्जताणं,णवरं- भवादेसेणं तिण्णि भवग्गहणाई,कालादेसेणं जहण्णेणं तेत्तीसंसागरोवमाइंदोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं वितेत्तीसंसागरोवमाई दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી મનુષ્યો મરીને, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. શેષ વક્તવ્યતા વિજયાદિ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન છે. ભવાદેશથી ત્રણ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અનેક વર્ષ અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે ક્રોડપૂર્વ અધિક ૩૩ સાગરોપમ; યાવત્ એટલાકાલ સુધી ગમનાગમન કરે છે..ગમક-
२५ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, एसचेव वत्तव्वया,णवरं- ओगाहणाठिईओ रयणिपुहत्तवासपुहुत्ताणि । सेसंतहेव । संवेहंच जाणेज्जा। ભાવાર્થ - જો તે સંશી મનુષ્ય સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો પણ અહીં પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ, અવગાહના–અનેક હાથ અને સ્થિતિ અનેક વર્ષની છે. શેષ પૂર્વવતુ, સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવો.. ગમક–૪ .. २६ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओजाओ, एसचेववत्तव्वया,णवर- ओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेणं वि पंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण विपुवकोडी, सेसंतहेव जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेण वितेत्तीसंसागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं काल सेवेज्जा, एवइयं कालं गइरागइंकरेज्जा। एए तिण्णि गमगा सव्वट्ठसिद्धगदेवाणं । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- જો તે સંજ્ઞી મનુષ્ય, સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો પૂવોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. અવગાહના–જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ તથા સ્થિતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની છે. શેષ કથન ભવાદેશ પર્યત પ્રથમ ગમકવતુ જાણવું. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ; એટલો કાલ રહે છે, એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૭ / આ રીતે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોમાં ઉત્પન્ન થનારા મનુષ્યમાં પહેલો, ચોથો અને સાતમો, આ ત્રણ ગમક હોય છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે .