________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
[ ૧૩૯]
- સનકુમાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ચાર ગુણી કરવાથી ૨૮ સાગરોપમ થાય છે અને માહેન્દ્ર દેવલોકમાં ૨૮ સાગરોપમ ઝાઝેરી થાય છે. આ રીતે સ્વયંની ઉત્કૃષ્ટ સ્થિતિને ચાર ગુણી કરવાથી બ્રહ્મલોક દેવલોકમાં ૪૦ સાગરોપમ, લાત્તકલોક દેવલોકમાં પદ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં ૬૮ સાગરોપમ અને સહસાર દેવલોકમાં ૭૨ સાગરોપમ થાય છે, આ ઉત્કૃષ્ટ કાલાદેશ છે અને જઘન્ય કાલાદેશ માટે જઘન્ય સ્થિતિને પણ ચાર ગુણી કરવી જોઈએ. | ९ आणयदेवेणं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए से णं भंते ! केवइयकाल ठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं वासपुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडी ठिईएसुउववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નવમા આણત દેવલોકના દેવો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. |१० तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
गोयमा ! जहेव सहस्सारदेवाणं वत्तव्वया। णवरं- ओगाहणा-ठिई अणुबंधोय जाणेज्जा, सेसंतंव। भवादेसेणंजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंछ भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं अट्ठारस सागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं सत्तावण्णं सागरोवमाईतिहिं पुव्वकोडिहिं अब्भहियाई, जावएवइयं कालं गइरागडुकरेज्जा। एवंणव विगमा,णवस्-ठिई, अणुबंध,संवेहंचजाणेज्जा। पाणयदेवस्स ठिईतिगुणिया सटुिं सागरोवमाई, आरणगस्स तेवर्द्धि सागरोवमाई, अच्चुयदेवस्स छावढेि सागरोवमाइं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સહસાર દેવોની વક્તવ્યતા અનુસાર જાણવું જોઈએ. અવગાહના, સ્થિતિ અને અનુબંધની વિશેષતા જાણવી જોઈએ. શેષ ઋદ્ધિ સહસાર દેવલોકના દેવ પ્રમાણે જાણવી. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાલાદેશથી જઘન્ય ૧૮ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૫૭ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમક જાણવા જોઈએ, પરંતુ સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે અશ્રુત દેવલોક પર્યત જાણવું. સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગપૂર્વક જાણવા. પ્રાણત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી ૬૦ સાગરોપમ, આરણ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી ૩ સાગરોપમ અને અય્યત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી સાગરોપમ થાય છે. ११ जइणं भंते !कप्पाईयवेमाणियदेवेहिंतो उववति-किंगेविजगकप्पाईयदेवेहितो उववज्जति, अणुत्तरोववाइयकप्पाईयदेवेहिंतो उववज्जति? गोयमा !गेविज्जगकप्पाईय देवेहितो वि उववज्जति, अणुत्तरोववाइयकप्पाईयदेवेहितो वि उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો, કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો