________________
શતક–૨૪ : ઉદ્દેશક-૨૦
१० पुढविकाइ णं भंते! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वाकोडीआरएस उववज्जेज्जा ।
૧૧૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ- વાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે.
११ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
गोयमा ! परिमाणाइया अणुबंधपज्जवसाणा जच्चेव अप्पणो सट्ठाणे वत्तव्वया सच्चेव पंचिंदियतिरिक्खजोणिएसुवि उववज्जमाणस्स भाणियव्वा, नवरं - णवसुवि गमएसुपरिमाणे जहणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । भवादेसेण वि णवसुवि गमएस जहण्णेणं दो भवग्गहणाइं, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । सेसं तं चैव । कालादेस उभओ ठिईए करेज्जा ।
1
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે પૃથ્વીકાયિક જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોના પરિમાણથી લઈને અનુબંધ સુધીની વક્તવ્યતા, સ્વસ્થાનની(પૃથ્વીકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી) વક્તવ્યતા અનુસાર જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અહીં નવ ગમકોમાં પરિમાણ જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, તેમ કહેવું. ભવાદેશથી નવ ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. શેષ પૂર્વવત્. કાલાદેશ બંનેની સ્થિતિ સમ્મિલિત કરીને કહેવો જોઈએ.
१२ ज णं भंते ! आउक्काइएहिंतो उववज्जंति, पुच्छा ?
गोयमा ! एवं आउक्काइयाण वि । एवं जाव चउरिदिया उववाएयव्वा, णवरं सव्वत्थ अप्पणो लद्धी भाणियव्वा । णवसुवि गमएस भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेण उभओ ठिइ करेज्जा । सव्वेसिं सव्वगमएसु जहेव पुढ विक्काइएसु उववज्जमाणाणं लद्धी तहेव सव्वत्थ ठिइं संवेह च जाणेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચો, અપ્લાયિક જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– પૃથ્વીકાયની જેમ અપ્લાયનું પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી કથન કરવું. આ રીતે ચૌરેન્દ્રિય પર્યંતના જીવોનું તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી કથન કરવું પરંતુ સર્વત્ર પોત-પોતાની ઋદ્ધિ કહેવી જોઈએ. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ અને કાલાદેશથી બંનેની સ્થિતિને જોડીને કથન કરવું જોઈએ. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જીવોની વક્તવ્યતા અનુસાર અહીં પણ સર્વ ગમકોમાં સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. સ્થિતિ અને સંવેધ સર્વત્ર ભિન્ન-ભિન્ન યથાયોગ્ય જાણવા જોઈએ.