________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૬
[ ૯૭]
શતક-ર૪: ઉદ્દેશક-૧૬
વનસ્પતિકાયિક
વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પત્તિ :| १ वणस्सइकाइया णं भंते !कओहिंतो उववजंति ? ।
गोयमा ! पुढविक्काइयसरिसो उद्देसो, णवरं- जाहे वणस्सइकाइओवणस्सइ काइएसुउववज्जइताहे पढमबिइयचउत्थपंचमेसुगमएसुपरिमाणं-अणुसमयं अविरहियं अणताउववज्जति। भवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई,उक्कोसेणंअणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणतंकालं जाव एवइयंकालंगइरागई करेज्जा । सेसा पंचगमा अटुभवग्गहणिया तहेव, णवरं-ठिई संवेहं च जाणेज्जा। I સેવ મતે સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! વનસ્પતિકાયિકોનું કથન પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. વિશેષતા એ છે કે જ્યારે વનસ્પતિકાયિક જીવો મરીને, વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ૧,૨,૪,૫ મા ગમકમાં પ્રતિસમય નિરંતર અનંત જીવો ઉત્પન્ન થાય છે, ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ પાંચ ગમકોમાં આઠ ભવ જાણવા જોઈએ. સ્થિતિ અને કાયસંવેધ પૃથ્વીકાયથી જુદા જાણવા જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં વનસ્પતિ સંબંધી સંપૂર્ણ વર્ણન પૃથ્વીકાયની સમાન છે. તેમાં પરિમાણ, ભવાદેશ અને કાલાદેશ સંબંધી ભિન્નતા સ્પષ્ટ કરી છે. ઉત્પત્તિઃ- વનસ્પતિકાયમાં ૧૪ પ્રકારના દેવો અને ૧૨ પ્રકારના ઔદારિક જીવો આવીને ઉત્પન્ન થાય છે. તેનું સર્વ વર્ણન પૃથ્વીકાયની સમાન છે. દેવો વનસ્પતિમાં ઉત્પન્ન થાય, તે પ્રત્યેક વનસ્પતિમાં જ ઉત્પન્ન થાય છે પરંતુ સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. પરિમાણ :- વનસ્પતિકાયિક જીવો મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો પ્રતિસમય અનંત જીવોની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીકાય આદિ અચકાયના જીવો મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. તેથી વનસ્પતિકાયમાં સ્વકાયની અપેક્ષાએ અનંત જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તન છે અને પરકાયની અપેક્ષાએ અસંખ્ય જીવોનો ઉત્પત્તિ અને ઉદ્વર્તન થાય છે. સ્થિતિ:- વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ