________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
उवद॒ति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा कायजोगी उव्वट्टति । एवं सागारोवउत्ता वि, अणागारोवउत्ता वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી જે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસ છે, તેમાંથી (૧) એક સમયમાં કેટલા નૈરયિક જીવો નીકળે છે? (૨) કેટલા કાપોતલેશી નૈરયિકો નીકળે છે? (૩) કેટલા કૃષ્ણપાક્ષિક યાવત (૩૯) અનાકારોપયુક્ત(દર્શનોપયોગી) નૈરયિકો નીકળે છે?(આ રીતે ઉત્પત્તિ વિષયમાં કથિત ૩૯ પ્રશ્નો અહીં ઉદ્વર્તના(મરણ)ના વિષયમાં કહેવા જોઈએ.)
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી જે સંખ્યાત યોજનવિસ્તૃત નરકાવાસ છે, તેમાંથી (૧) એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિકો ઉદ્વર્તે છે, (૨) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી નૈરયિકો ઉદ્દવર્તે છે. આ રીતે યાવત (૫) સંજ્ઞી જીવ સુધી નૈરયિકની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૬) અસંજ્ઞી જીવો ઉદ્વર્તતા નથી. (૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવસિદ્ધિક નૈરયિક જીવો ઉદ્દવર્તે છે. આ રીતે થાવત (૧૩) શ્રુત અજ્ઞાની સુધીની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૧૪) વિર્ભાગજ્ઞાની અને (૧૫) ચક્ષુદર્શની ઉદ્વર્તતા નથી. (૧૬) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અચક્ષુદર્શની ઉદ્વર્તે છે. તે જ રીતે યાવતું (૨૮) લોભકષાયી નૈરયિક જીવો સુધી ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૨૯) શ્રોતેન્દ્રિયના ઉપયોગ યુક્ત નૈરયિક જીવ ઉવર્તતા નથી યાત૬ (૩૩) સ્પર્શેન્દ્રિયના ઉપયોગ યુક્ત પણ ઉદ્વર્તતા નથી. (૩૪) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નોઇન્દ્રિયોપયુક્ત નૈરયિકો ઉદ્વર્તે છે. (૩૫-૩૬) મનયોગી અને વચનયોગી ઉદ્વર્તતા નથી. (૩૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી ઉદ્વર્તે છે. (૩૮) તે જ રીતે સાકારોપયોગી અને (૩૯) અનાકારોપયોગી નૈરયિક જીવોની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રત સૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સ્થિત નૈરયિકોની ઉદ્વર્તના(મરણ) વિષયક પૂર્વવત્ ૩૯ પ્રશ્નોત્તર છે.
વતિ:- ઉદ્દવર્તન પામે છે, શરીરમાંથી જીવ નીકળે છે. આ રીતે મરણને જ ઉદ્વર્તના કહે છે. સંખ્યાતની ઉદવર્તના - સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સંખ્યાત નૈરયિકો જ રહી શકે છે. તેથી સંખ્યાત નૈરયિકોનું જ ઉદ્વર્તન થાય છે. અસદીની ઉદવર્તના:- ઉદ્દવર્તનાનું કથન પરભવના પ્રથમ સમયની અપેક્ષાએ થાય છે. નૈરયિક જીવ મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી. તેથી ઉદ્વર્તનામાં અસલી જીવો નથી.
અસંજ્ઞી, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શની, મનયોગી, વચનયોગી અને શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયોના ઉપયોગ યુક્ત જીવ ત્યાંથી નીકળતા નથી, મરતા નથી. તેથી પૂર્વોક્ત ૩૮ બોલમાંથી દશ બોલને છોડીને ૨૮ બોલ સહિત પ્રથમ નરકના નારકોનું ઉદ્વર્તન થાય છે.
સ્થાન સ્થિત નારકો સંબંધી ૪૯ પ્રશ્નોત્તર:|६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु णरएसु केवइया णेरइया पण्णत्ता? केवइया काउलेस्सा जाव केवइया