________________
[
૨૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં વાંસવર્ગની સમાન મુલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેનું પરિમાણ એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવો આવીને ઉત્પન્ન થાય છે.
અપહાર- હે ગૌતમ! જો એક એક સમયે એક એક જીવનો અપહાર થાય(બહાર કાઢવામાં આવે) તો અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાલ સુધી અપહાર કરાય, તેમ છતાં તેનો અપહાર થતો નથી.(આ પ્રકારે કોઈએ કર્યું નથી અને કરી શકતા પણ નથી,) તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. શેષ સર્વ પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન : -
પ્રસ્તુત વર્ગમાં બટેટા આદિ સાધારણ વનસ્પતિઓનું કથન વાંસવર્ગના અતિદેશપૂર્વક કર્યું છે, તેમાં વિશેષતા આ પ્રમાણે છેઉત્પત્તિ- વાંસ વર્ગની જેમ દેવો આવીને ઉત્પન્ન થતા નથી. દેવો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. પરિમાણ- એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંત જીવો ઉત્પન્ન થાય છે. અપહાર– અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં પણ તેનો ઉપહાર થતો નથી. અર્થાતુ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય કરતા એક સમયમાં ઉત્પન્ન થતાં અનંત જીવો અધિક છે. સ્થિતિ- જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ભવાદેશ– તે જ સ્થાનમાં જન્મ-મરણ કરે તો અનંત ભવ કરે. કાલાદેશ– અનંત જન્મ-મરણમાં અનંત કાલ વ્યતીત કરે છે, શેષ કથન વાંસવર્ગની સમાન છે.
છે શતક-ર૩/૧ સંપૂર્ણ .
બીજો લોહિત વર્ગઃ દશ ઉદેશક | १ अह भंते !लोहीणीहूथीहूथिवगा-अस्सकण्णीसीहकण्णीसीउंढी मुसंढीणं, एएसि णं जीवा मूलत्ताए, पुच्छा? ___गोयमा !एत्थ विदस उद्देसगा जहेव आलुवगे। णवरंओगाहणातालवग्गसरिसा, सेसंतं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! લોહી, નીહુ, થી, થિભગા, અશ્વકર્ણ, સિંહકર્ણી, સીઉંઢી અને મુસુંઢી; આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આલુ(બટેટા) વર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. અવગાહના તાડવર્ગની સમાન છે, શેષ પૂર્વવત્.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.