________________
૫૯
શ્રી ભગવતી સૂત્ર–૪
બે થી લઈને શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યાવાળાને કતિસંચિત (સંખ્યાતા) કહે છે.
અકતિસંચિત :– જે જીવો એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, તેને અકતિસંચિત (અસંખ્યાત) કહે છે.
અવક્તવ્ય ઃ— જે જીવો એક સમયમાં સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન ન થાય પરંતુ એક સમયમાં એક-એક જ જીવ ઉત્પન્ન થાય, તેને અવક્તવ્ય સંચિત કહે છે.
૧૯ દંડકોમાં કતિસંચિત આદિ :– પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરો અને સિદ્ધોને છોડીને શેષ ૧૯ દંડકના જીવો ત્રણે પ્રકારના છે. કારણ કે તે તે સ્થાનમાં એક સાથે સંખ્યાતા જીવો પણ ઉત્પન્ન થાય છે, અસંખ્યાતા જીવો પણ ઉત્પન્ન થાય છે અને ક્યારેક એક જીવ પણ ઉત્પન્ન થાય છે.
પાંચ સ્થાવરમાં અકતિસંચિત :- પૃથ્વીકાયાદિ ચાર સ્થાવર જીવોમાં પ્રતિ સમયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. તેથી તે જીવો અકતિસંચિત છે. વનસ્પતિમાં પ્રત્યેક સમયે અનંત જીવો ઉત્પન્ન થાય છે. તેનો સમાવેશ અકતિસંચિતમાં થઈ જાય છે. ત્રસકાયિક જીવોમાંથી આવીને પૃથ્વી આદિરૂપે ઉત્પન્ન થનારા જીવો એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટ અસંખ્યાતા હોય છે, તેમ છતાં સ્થાવરમાં પ્રતિસમય ઉત્પન્ન થતાં અસંખ્ય જીવો મળી જતાં સર્વ મળીને અસંખ્યાતા જ થઈ જાય છે. તેથી પાંચ સ્થાવરના જીવોની ઉત્પત્તિ કતિસંચિત કે અવક્તવ્યસંચિત થતી નથી પરંતુ અતિસંચિત જ હોય છે.
સિદ્ધોમાં કતિસંચિત આદિ :– સિદ્ધ ભગવાન અકતિસંચિત(અસંખ્યાતા) નથી. કારણ કે એક સમયમાં જઘન્ય એક, ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો જ મોક્ષે જાય છે. જ્યારે એક જીવ સિદ્ધ થાય ત્યારે તે અવક્તવ્યસંચિત અને જ્યારે બે થી ૧૦૮ જીવો સિદ્ધ થાય, ત્યારે તે ‘કતિ સંચિત’ કહેવાય છે.
અલ્પબહુત્વ :– પાંચ સ્થાવરના જીવો અકતિસંચિત રૂપ એક જ પ્રકારના છે. તેથી તેમાં અલ્પબહુત્વ નથી. શેષ દંડકના જીવોમાં સર્વથી થોડા અવક્તવ્યસંચિત છે, કારણ કે અવક્તવ્યસ્થાન એક જ છે. તેનાથી કતિસંચિત સંખ્યાતગુણા છે કારણ કે તેના સંખ્યાતા સ્થાન છે અને તેનાથી અકતિસંચિત અસંખ્યાતગુણા કારણ કે તેના અસંખ્યાતા સ્થાન છે.
છે
સિદ્ધોમાં સર્વથી થોડા કતિસંચિત સિદ્ધો છે તેનાથી અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાત ગુણા છે કારણ કે એક-એક સિદ્ધ થનારા જીવો જ વધારે હોય છે. ષટ્ક સમર્જિતઃ
જ
१४ रइयाणं भंते! किं छक्कसमज्जिया, गोछक्कसमज्जिया, छक्केण य णोछक्केण य समज्जिया, छक्केहि य समज्जिया, छक्केहि य णोछक्केण य समज्जिया ?
गोमा ! रइया छक्कसमज्जिया वि, गोछक्कसमज्जिया वि छक्केण य णोछक्केण य समज्जिया वि, छक्केहि य समज्जिया वि, छक्केहि य णोछक्केण य समज्जिया वि । से केणट्टेणं भंते ! एवं वुच्चइ - णेरइया छक्कसमज्जिया वि जावछक्केहि य पोछक्केण य समज्जिया वि ?
गोयमा ! जेणंणेरइया छक्कएणं पवेसणएणं पविसंति ते णं णेरड्या छक्कसमज्जिया ।