________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧૦
૫૯૫ ]
सेकेणटेणं भंते ! जाव अवत्तव्वगसंचिया वि?
गोयमा !जेणं सिद्धा संखेज्जएणं पवेसणएणं पविसंतितेणं सिद्धा कइसंचिया, जेणं सिद्धा एक्कएणं पवेसणएणं पविसंति तेणं सिद्धा अवत्तव्वग-संचिया,सेतेणटेणं जावअवत्तव्वगसचिया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ ! શું સિદ્ધો કતિસંચિત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો કતિસંચિત છે, અકતિસંચિત નથી, અવક્તવ્યસંચિત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સિદ્ધો યાવત્ અવક્તવ્ય સંચિત પણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે સિદ્ધ સંખ્યાત પ્રવેશનકથી પ્રવેશ કરે છે, તે કતિસંચિત છે અને જે સિદ્ધ એક-એક પ્રવેશ કરે છે તે અવક્તવ્યસંચિત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે યાવતુ તે અવકતવ્ય સંચિત પણ છે. १२ एएसिणं भंते ! णेरइयाणं कइसंचियाणं अकइसंचियाणं अवत्तव्वग-संचियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा णेरइया अवत्तव्वगसंचिया, कइसंचिया संखेज्जगुणा, अकइसचिया असंखेज्जगुणा । एवं एगिदियवज्जाणं जाववेमाणियाणं अप्पाबहुगं । एगिदियाणंणत्थि अप्पाबहुग। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કતિસંચિત, અતિસંચિત અને અવક્તવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અવક્તવ્યસંચિત નૈરયિકો છે. તેનાથી કતિસંચિત નૈરયિકો સંખ્યાતણા છે અને તેનાથી અકતિસંચિત નૈરયિકો અસંખ્યાતગુણા છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય યાવત વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવું જોઈએ. એકેન્દ્રિયોમાં અલ્પબદુત્વ નથી. १३ एएसिणं भंते ! सिद्धाणं कइसंचियाणं अवत्तव्वगसंचियाण य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा सिद्धा कइसंचिया, अवत्तव्वगसंचिया संखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કતિસંચિત અને અવક્તવ્ય સંચિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! કતિસંચિત સિદ્ધ સર્વથી થોડા છે અને તેનાથી અવક્તવ્યસંચિત સિદ્ધ સંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કતિસંચિત, અતિસંચિત અને અવક્તવ્ય રાશિની ૨૪ દંડકમાં પ્રરૂપણા કરીને તેના અલ્પબદુત્વને સમજાવ્યું છે. કતિસાયિતઃ- જે જીવો એક સમયમાં એક સાથે સંખ્યાત ઉત્પન્ન થાય, તે કતિસંચિત કહેવાય છે, અર્થાતુ