________________
શતક–૨૦: ઉદ્દેશક-૧૦
૫૯૧
શતક-ર૦: ઉદ્દેશક-૧૦
સોપક્રમ
સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્યઃ| १ जीवा णं भंते ! किं सोवक्कमाउया, णिरुवक्कमाउया? गोयमा ! जीवा सोवक्कमाउया विणिरुवक्कमाउया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો શું સોપક્રમ આયુષ્યવાળા હોય છે કે નિરુપકમ આયુષ્યવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સાપક્રમ આયુષ્યવાળા પણ હોય છે અને નિરુપક્રમ આયુષ્યવાળા પણ હોય છે.
२ रइयाणं भते !पुच्छा? गोयमा !णेरइया णोसोवक्कमाउया,णिरुवक्कमाउया। एवं जावथणियकुमारा । पुढविक्काइया जहा जीवा । एवं जावमणुस्सा । वाणमंतरजोइसियवेमाणिया जहाणेरइया।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું સોપક્રમ આયુષ્યવાળા હોય છે કે નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવો સોપક્રમ આયુષ્યવાળા નથી, નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ.
પથ્વીકાયિકોનું કથન ઔધિક જીવોની સમાન છે. આ રીતે યાવતું મનુષ્યો પર્યત જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન નૈરયિકોની સમાન છે. વિવેચન :સોપકમ આયુષ્ય - જે જીવોનું આયુષ્ય ઉપક્રમ સહિત છે તેને સોપક્રમ આયુષ્ય કહે છે. ઉપક્રમ એટલે વિષ, અગ્નિ, જલ આદિ નિમિત્તોથી કે ઉપક્રમથી અસમયમાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય તો તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. નિરુપક્રમ આયુષ્ય :- જે જીવોનું આયુષ્ય વચ્ચે તૂટતું નથી અર્થાત્ અસમયમાં સમાપ્ત થતું નથી, તેને નિરુપક્રમ આયુષ્ય કહે છે.
ચારે જાતિના દેવો, નારકો, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો તેમજ ચરમ શરીરી જીવોનું નિરુપક્રમ આયુષ્ય હોય છે. શેષ એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં બંને પ્રકારના આયુષ્ય હોય છે. ઉત્પત્તિ અને ઉદ્વર્તના આત્માપક્રમ આદિથી - | ३ रइया णं भंते ! किं आओवक्कमेणं उवव्वज्जति, परोवक्कमेणं उववज्जति, णिरुवक्कमेण उववज्जति?