________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
[ ૫૮૭]
ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપ યાવત જેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજનથી કંઈક વિશેષાધિક છે. ઇત્યાદિ વર્ણન વિદ્યાચારણવત્ જાણવું. વિશેષતા એ છે કે કોઈ મહદ્ધિક દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં આ જંબુદ્વીપની ૨૧ વાર પરિક્રમા કરી લે છે. હે ગૌતમ! જંઘાચારણની આટલી શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય છે. |८ जंघाचारणस्स णं भंते ! तिरिय केवइए गइविसए पण्णत्ते?
__ गोयमा !से णं इओ एगेणं उप्पाएणंख्यगवरे दीवेसमोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्तातओ पडिणियत्तमाणे बिइएणं उप्पारणं णंदीसरवरदीवे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइवंदइ, वंदित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाइंवदइ । जंघाचारणस्सणंगोयमा !तिरिय एवइए गइविसए पण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જંઘાચારણની તિરછી ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! જંઘાચારણ એક ઉડાનથી રુચકવર દ્વીપમાં સ્થિત થાય છે, ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે, કરીને ત્યાંથી પાછા ફરતા એક ઉડાનમાં નંદીશ્વર દ્વીપ પર સ્થિત થાય છે. ત્યાં પણ પ્રભુના જ્ઞાનનો મહિમા કરીને બીજા ઉડાનમાં અહીં આવે છે. અહીં આવીને જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ! જંઘાચારણની તિરછી-ગતિ અને તિરછી-ગતિનો વિષય આ પ્રકારનો કહ્યો છે. | ९ जंघाचारणस्स णं भंते ! उड्टुं केवइए गइविसए पण्णत्ते?
गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं पंडगवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्ता तओपडिणियत्तमाणे बिइएणं उप्पाएणं णंदणवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइं वंदइ, वंदित्ता इहमागच्छइ, इह चेइयाइंवदइ । जंघाचारणस्सणं गोयमा ! उ8 एवइए गइविसए पण्णत्ते । सेणं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ, णत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा ॥ सेवं भते ! सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંઘાચારણની ઊર્ધ્વગતિનો વિષય કેટલો કહ્યો છે?
ઉત્તર- હે ગૌતમ! જંઘાચારણ એક ઉડાનથી પંડગવનમાં સ્થિત થાય છે, ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે, ત્યાંથી પાછા ફરતાં એક ઉડાનથી નંદનવનમાં સ્થિત થાય છે ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉડાનથી અહીં આવે છે. અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ ! જંઘાચારણનો આ પ્રકારનો ઊર્ધ્વગતિનો વિષય કહ્યો છે.
જંઘાચારણ લબ્ધિ પ્રયોગ સંબંધી દોષસ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જો કાલધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થતા નથી અને તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલ ધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થાય છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જંઘાચારણનું સ્વરૂપ અને તેની શીધ્ર ગતિનું પ્રતિપાદન છે.