________________
૫
શ્રી ભગવતી સૂત્ર–૪
કરીને કાળધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિદ્યાચારણનું સ્વરૂપ, તેની શીઘ્ર ગતિ અને તેની આરાધકતા વિરાધકતા વગેરેનું વિસ્તૃત કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
વિદ્યાચારણની વિદ્યા શક્તિ ગમન કરતા આગમન સમયે વિશેષ અભ્યસ્ત થઈ જાય છે. તેથી ગમન કરતા આગમન સમયે તેની ગતિ શીવ્રતર બની જાય છે, તેથી એક જ ઉડાનમાં સ્વસ્થાને આવી જાય છે. સમવસરણ :– સમવસરણ એટલે સમ્યગ્ રૂપે અવસરણ-અવસ્થાન અર્થાત્ રહેવું, સ્થિત થવું. તેથી સમવસરળ વરેફ તે વાક્યપ્રયોગથી સ્પષ્ટ થાય છે કે ત્યાં ચારણ મુનિ ઉતરે છે, સ્થિત થાય છે. સમવસરણનો અર્થ અહીં ધર્મસભા કે તીર્થંકરોને માટે દેવો દ્વારા રચિત ધર્મદેશના આપવાનું સ્થાન થતું નથી.
ચેયારૂં વવજ્ઞ –વિતિ સંજ્ઞાનેધાતુથી નિષ્પન્ન ‘ચૈત્ય’ શબ્દનો અર્થ—વિશિષ્ટ જ્ઞાન છે તથા 'વવજ્ઞ'નો અર્થ સ્તુતિ કરવી, મહિમા કરવો. 'વંતિ અભિવાવન-સ્તુત્યોઃ અનુસાર અહીં પ્રસંગાનુસાર સ્તુતિ કરવી તે અર્થ ઉપયુક્ત છે. કારણ કે માનુષોત્તર પર્વત આદિ સ્થાને મુનિ શીઘ્ર ગતિથી પહોંચે છે. ત્યાંના સ્થાનોને જુએ છે. નંદીશ્વર આદિ દ્વીપનું વર્ણન આગમોમાં કર્યું છે તે જ પ્રમાણે સાક્ષાત્ અવલોકન કરે છે. ત્યારે તેને જ્ઞાનીઓના વચન પર વિશેષ શ્રદ્ઘા જાગૃત થાય છે અને તે જ્ઞાનીજનોની અને તત્ત્વજ્ઞાનની(ક્ષેત્રીય તત્ત્વોની) સ્તુતિ, ગુણાનુવાદ કરે છે.
વિદ્યાચારણની આરાધકતા-વિરાધકતા :– લબ્ધિનો પ્રયોગ તે પ્રમાદ છે. તેથી તેના પ્રયોગ પછી જો સાધક તે પ્રમાદ સ્થાનની આલોચનાદિ ન કરે તો વિરાધક થાય છે અને આલોચનાદિ કરી લે તો આરાધક થાય છે.
જંઘાચારણ :
६ सेकेणणं भंते ! एवं वुच्चइ - जंघाचारणे - जंघाचारणे ?
गोयमा ! तस्स णं अट्ठमंअट्टमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स जंघाचारणलद्धी णाम लद्धी समुप्पज्जइ, से तेणद्वेणं जावजंघाचारणे, जंघाचारणे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંઘાચારણને ‘જંઘાચારણ’ શા માટે કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! નિરંતર અઠ્ઠમ-અક્રમની તપસ્યાપૂર્વક આત્માને ભાવિત કરતા મુનિને જંઘાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી તેને જંઘાચારણ કહે છે. ७ जंघाचारणस्स णं भंते ! कहं सीहा गई, कहं सीहे गइविसए पण्णत्ते ?
गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे, एवं जहेव विज्जा चारणस्स, णवरं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, जंघाचारणस्स णं गोयमा ! तहा सीहा गई, तहसी गइविसए पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંઘાચારણની શીઘ્રગતિ કેવી હોય છે અને તેની શીઘ્ર ગતિનો વિષય કેટલો છે ?