________________
શતક-૧૩
શતક-૧૩ | જે પરિચય
જે આ શતકમાં દશ ઉદ્દેશકો છે. તેમાં વિવિધ વિષયો આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં સાત નરકપુથ્વીમાંથી રત્નપ્રભાદિ નરક પૃથ્વીના નરકાવાસોની સંખ્યા, વિસ્તાર આદિ ૩૯ પ્રશ્નોત્તર તેમજ ઉત્પત્તિ, ઉદ્વર્તના, સમ્યગુદષ્ટિ, મિથ્યાષ્ટિ, વેશ્યા પરિવર્તન આદિ વિષયોનું વિશદ વિશ્લેષણ છે. બીજ ઉદેશકમાં ચાર પ્રકારના દેવો, તેના આવાસો, વેશ્યા, દર્શન, જ્ઞાન આદિ અનેક પ્રકારે દેવ વિષયક પ્રતિપાદન છે. ત્રીજા ઉદેશકમાં પ્રજ્ઞાપના સુત્રના અતિદેશપૂર્વક નૈરયિકોની ઉત્પત્તિ સમયે આહાર, શરીરોત્પત્તિ, લોમાહારાદિ દ્વારા પુગલ ગ્રહણ, ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન, શબ્દાદિ વિષયોના ઉપયોગ દ્વારા પરિચારણા અને વિવિધ રૂપોની વિકુવર્ણા આદિનું નિરૂપણ છે. ચોથા ઉદેશકમાં સાત નરક પૃથ્વીનો ઉલ્લેખ કરીને તેના નરકાવાસોની સંખ્યા, વિશાળતા, વિસ્તાર, આકાશાંતર, પ્રવેશ, સંકીર્ણતા-વ્યાપકતા, અલ્પકર્મતા-મહાકર્મતા, અલ્પક્રિયા-મહાક્રિયા, અલ્પાશ્રવમહાશ્રવ, અલ્પવેદના-મહાવેદના, અલ્પઋદ્ધિ-મહાઋદ્ધિ, અલ્પતિ-મહાધુતિ ઇત્યાદિ તેર દ્વારોની અપેક્ષાએ વિષયોનું પ્રતિપાદન છે. અંતે ત્રણે લોકના ક્ષેત્રની અપેક્ષાએ અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં નૈરયિકોના આહાર સંબંધી પ્રતિપાદન છે. છઠ્ઠા ઉદેશકમાં ચોવીસ દંડકોની સાન્તર-નિરંતર ઉત્પત્તિ-ઉદ્વર્તના સંબંધી નિરૂપણ, અમરચંચા આવાસનું સ્વરૂપ, ચમરેન્દ્રના આવાસ અને ત્યાર પછી ઉદાયન નરેશ અને અભીચિકુમારના જીવન વૃત્તાંતનું વર્ણન છે. સાતમા ઉદ્દેશકમાં ભાષા, મન, કાયા આદિના પ્રકાર, સ્વરૂપ તથા આત્માથી તેની ભિન્નતા-અભિન્નતાનું વર્ણન છે. અંતે મરણના ભેદ-પ્રભેદ, સ્વરૂપ આદિનું પ્રતિપાદન છે. આઠમા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક આઠ મૂલકર્મ પ્રકૃતિઓ, તેનું સ્વરૂપ, બંધ, સ્થિતિ આદિનું વર્ણન છે. નવમા ઉદ્દેશકમાં વિવિધ દષ્ટાંતો દ્વારા ભાવિતાત્મા અણગારનું લબ્ધિસામર્થ્ય અને વૈક્રિય-શક્તિનું પ્રતિપાદન છે. દશમા ઉદેશકમાં – પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક છદ્મસ્થોના છ સમુદ્યાતોનું સ્વરૂપ તથા તેના પ્રયોજનનું પ્રતિપાદન છે.
આ રીતે પ્રસ્તુત શતકમાં આત્માની વિવિધ અવસ્થાઓની વિવિધ દષ્ટિકોણથી વિચારણા કરવામાં આવી છે.