________________
શતક–૨૦: ઉદ્દેશક-૭
૫૭૧
શતક-ર૦ : ઉદ્દેશક
બંધ
બંધના પ્રકાર :| १ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? गोयमा ! तिविहे बंधे पण्णत्ते, तं जहाजीवप्पओगबंधे, अणंतरबधे, परंपरबंधे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બંધના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બંધના ત્રણ પ્રકાર છે. યથા– જીવપ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. २णेरइयाणं भंते !कइविहे बंधेपण्णते? गोयमा !एवं चेव । एवं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા પ્રકારના બંધ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ત્રણ પ્રકારના બંધ હોય છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. | ३ णाणावरणिज्जस्सणं भंते !कम्मस्स कइविहे बंधेपण्णत्ते? गोयमा !तिविहे बंधे पण्णत्ते,तं जहा- जीवप्पओगबंधे, अणतरबधे, परंपरबधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકારનો હોય છે, યથા- જીવ પ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. | ४ रइयाणं भंते !णाणावरणिज्जस्स कम्मस्स कइविहे बंधे पण्णत्ते? एवं चेव । एवं जाववेमाणियाणं । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મબંધ કેટલા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ત્રણ પ્રકારનો છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. જ્ઞાનાવરણીયની જેમ અંતરાય કર્મ સુધીના બંધ જાણવો જોઈએ. વિવેચન :
આત્મા અને કર્મ પુદ્ગલોના સંબંધને બંધ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) જીવ પ્રયોગ બંધ:જીવપ્રયોગથી અર્થાતુ મન-વચન અને કાયાના વ્યાપારથી આત્માની સાથે કર્મપુલોનો-ક્ષીર અને નીરની જેમ સંયોગ સંબંધ થવો તે જીવ પ્રયોગ બંધ છે. જીવના પરિણામ અનુસાર તે સ્પષ્ટ, બદ્ધ, નિદ્ધત્ત કે નિકાચિત રૂપે બંધાય છે. (૨) અનંતર બંધઃ- જે પુલોના બંધને એક બે આદિ સમયોનું અંતર ન થયું હોય તેને અનંતર બંધ કહે છે (૨) પરંપર બંધઃ- જે બંધને બે-ત્રણ આદિ સમયોનું અંતર થઈ ગયું હોય તેને પરંપર બંધ કહે છે. ૨૪ દંડકોમાં ત્રણ પ્રકારના બંધ હોય છે