________________
૫૭૦
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ઃ ઉદ્દેશક-૭
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં બંધના ત્રણ પ્રકાર અને જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ, ઉદય પ્રાપ્ત આઠ કર્મ, પાંચશરીર, ચાર સંજ્ઞા, ત્રણ દષ્ટિ, છલેશ્યા, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને તેના વિષયોમાં બંધની ત્રિવિધતાનું કથન કર્યું છે. * બંધ– આત્મા અને કર્મ પુદ્ગલોના સંબંધને બંધ કહે છે. તેમજ કોઈ પણ પુદ્ગલ કે પુગલજન્ય ભાવોના સંબંધને-જોડાણને બંધ કહે છે. આત્મભાવોના સંબંધને પણ પ્રસ્તુત પ્રસંગમાં બંધ કહ્યો છે. તેના ત્રણ પ્રકાર છે. * જીવ પ્રયોગ બંધ– જીવના પ્રયોગથી અથવા આત્મવીર્યથી થતાં બંધને અથવા સંબંધને જીવ પ્રયોગ બંધ કહે છે. * અનંતર બધ– જે બંધ અથવા સંબંધ વર્તમાનમાં જ થયો હોય, એક-બે સમયાદિ વ્યતીત ન થયા હોય તેને અનંતર બંધ કહે છે. * પરંપર બંધ-જે બંધ અથવા સંબંધને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય અર્થાતુ જે બંધ ભૂતકાલીન બની ગયો હોય તેને પરંપર બંધ કહે છે. * આઠે પ્રકારના કર્મબંધમાં અને ઉદયકર્મમાં આ ત્રણે પ્રકાર હોય છે. પાંચ શરીર, ચાર સંજ્ઞા, છ લેશ્યા, આદિ કર્મરૂપ નથી, તે કર્મજન્ય ભાવો છે. તેથી તેમાં તયોગ્ય પુગલોનો સંબંધ અને તજ્જનિત કર્મોના બંધમાં પૂર્વવત્ ત્રિવિધતા હોય છે. જ્ઞાન, અજ્ઞાન આત્મભાવરૂપ છે. જીવ સાથે તેનો સંબંધ હોય છે. તેથી તેમાં પણ ત્રિવિધતા ઘટી શકે છે.