________________
શતક–૨૦: ઉદ્દેશક-૧
૫૧૭
છે
શતક-ર૦ઃ ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ છે. * વિકસેન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી છે. તે જીવોને પ્રત્યેક નામ કર્મનો ઉદય હોવાથી તે જીવો સાથે મળીને એક શરીર બાંધતા નથી પરંતુ પૃથક પૃથક શરીર બાંધે છે. પૃથક-પૃથક આહાર ગ્રહણ કરી તેનું પૃથક-પૃથક પરિણમન કરે છે. તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગદર્શન હોવાથી બે દષ્ટિ, બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તે જીવો ત્રસ નાડીમાં જ હોવાથી અવશ્ય છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. તે જીવોને વેશ્યા-૩, યોગ-ર, ઉપયોગ-૨, બે ગતિમાંથી ઉત્પત્તિ અને બે ગતિમાં ગમન થાય છે. * વિકલેન્દ્રિય જીવોને મન ન હોવાથી તેને આહાર સંબંધી, ઇષ્ટાનિષ્ટ–સ્પર્શ, રસ આદિના વેદન સંબંધી વિશેષ પ્રકારનું જ્ઞાન નથી. તેમ છતાં તે આહાર ગ્રહણ કરે છે અને સ્પર્શાદિનું વેદન કરે છે. * પંચેન્દ્રિય જીવો પણ પ્રત્યેક શરીરી હોવાથી પૃથક-પૃથકુ શરીર બાંધે છે. તેના સંજ્ઞી અને અસંજ્ઞી બે પ્રકાર છે. સંજ્ઞી જીવોમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને જ્ઞાન હોય શકે છે. જ્યારે અસંજ્ઞી જીવોમાં વિશેષ જ્ઞાન નથી. તેમ છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયનું વેદન કરે છે. * સંજ્ઞી જીવો સંયમમાં સ્થિત થાય તો પાપથી નિવૃત્ત થઈ શકે છે અને અસંજ્ઞી જીવો પાપથી નિવૃત્ત થઈ શકતા નથી.
આ રીતે પ્રત્યેક જીવો પોતાના પૂર્વકૃત કર્મો પ્રમાણે ઋદ્ધિને પ્રાપ્ત કરે છે અને પોતાની યોગ્યતા પ્રમાણે તેનો ભોગવટો કરે છે.