________________
૫૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
સંસ્થાન નિવૃત્તિ :१४ कइविहाणं भंते ! संठाणणिव्वत्ती पण्णत्ता? गोयमा ! छव्विहा संठाणणिवत्ती पण्णत्ता,तंजहा-समचउरससंठाणणिवत्ती जावहुंङसंठाण-णिव्वत्ती। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાન નિવૃત્તિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાન નિવૃત્તિના છ પ્રકાર છે. યથા– સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ યાવત હુંડક સંસ્થાન નિવૃત્તિ. १५ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा ! एगा हुंडसंठाणणिव्वत्ती पण्णत्ता। ભાવાર્થ - પ્રશ-હે ભગવન્!નૈરયિકોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક હુંડ સંસ્થાન નિવૃત્તિ હોય છે. १६ असुरकुमाराणं भंते !पुच्छा? गोयमा !एगा समचउरंससंठाणणिव्वत्ती पण्णत्ता। एवं जावथणियकुमाराण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ હોય છે. આ જ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ. १७ पुढविकाइयाणं भंते ! पुच्छा? गोयमा !एगा मसूरचंदसंठाणणिव्वत्ती पण्णत्ता । एवं जस्स जंसंठाणं जाववेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તરહે ગૌતમ ! એક મસૂરની દાળ સમાન સંસ્થાન નિવૃત્તિ કહી છે. આ રીતે જેને જે સંસ્થાન હોય તેનું કથન કરવું જોઈએ યાવતું વૈમાનિક પર્યત જાણવું. વિવેચન :
પાંચ સ્થાવર જીવોને એક હુંડ સંસ્થાન હોય છે તેમ છતાં પૃથ્વીકાય આદિના આકારોની ભિન્નતા દર્શાવવાં સૂત્રકારે તેના જુદા-જુદા સંસ્થાન દર્શાવ્યા છે. તે અનુસાર (૧) પૃથ્વીકાયનું મસુરની દાળ સમાન (૨) અષ્કાયનું પાણીના પરપોટા સમાન (૩) તેઉકાયનું સોયના ભારા સમાન (૪) વાયુકાયનું ધ્વજાપતાકાની સમાન (૫) વનસ્પતિકાયનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. સંજ્ઞા નિવૃત્તિ:१८ कइविहाणं भंते !सण्णा-णिव्वत्ती पण्णत्ता?
गोयमा !चउव्विहा सण्णा-णिव्वत्ती पण्णत्ता,तंजहा-आहारसण्णाणिव्वत्ती जाव परिग्गहसण्णा-णिव्वत्ती । एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞા નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞા નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા- આહારસંજ્ઞા નિવૃત્તિ યાવત્ પરિગ્રહ સંજ્ઞા નિવૃત્તિ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ.