________________
શતક-૧૯ : ઉદ્દેશક-૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાષા નિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભાષા નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા નિવૃત્તિ, મૃષાભાષા નિવૃત્તિ, સત્યમૃષા ભાષા નિવૃત્તિ અને અસત્યામૃષા ભાષા નિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જેને જે ભાષા હોય, તેને તેટલી ભાષાનું કથન કરવું જોઈએ.
મનો નિવૃત્તિ ઃ
११
इविहाणं भंते ! मणणिव्वत्ती पण्णत्ता ?
૫૦૫
गोयमा ! चउव्विहा मणणिव्वत्ती पण्णत्ता, तं जहा - सच्चमणणिव्वत्ती जाव असच्चामोस मणणिव्वत्ती । एवं एगिंदियविगलिंदियवज्जं जाव वेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનોનિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! મનોનિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– સત્યમનોનિવૃત્તિ યાવત્ અસત્યામૃષા મનોનિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી કથન કરવું જોઈએ. કષાય-નિવૃત્તિ ઃ
१२ कइविहाणं भंते ! कसायणिव्वत्ती पण्णत्ता ?
गोयमा ! चव्विहा कसायणिव्वत्ती पण्णत्ता, तं जहा- कोहकसाय णिव्वत्ती जाव लोहकसाय- णिव्वत्ती । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કષાય નિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! કષાય નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– ક્રોધકષાય નિવૃત્તિ યાવત્ લોભ કષાય નિવૃત્તિ. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું.
વર્ણ નિવૃત્તિ ઃ
--
| १३ कइविहाणं भंते ! वण्णणिव्वत्ती पण्णत्ता ?
गोयमा ! पंचविहा वण्णणिव्वत्ती पण्णत्ता, तं जहा- कालावण्णणिव्वत्ती जाव सुक्किल्लवण्णणिव्वत्ती, एवं णिरवसेसं जाव वेमाणियाणं । एवं गंधणिव्वत्ती दुविहा जा वेमाणियाणं । रसणिव्वत्ती पंचविहा जाव वेमाणियाणं । फासणिव्वत्ती अट्ठविहा वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ણનિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! વર્ણનિવૃત્તિના પાંચ પ્રકાર છે, યથા– કૃષ્ણવર્ણ નિવૃત્તિ યાવત્ શુક્લ વર્ણ નિવૃત્તિ. આ રીતે સર્વ વર્ણનું કથન વૈમાનિક પર્યંત જાણવું. આ જ રીતે બે પ્રકારની ગંધ નિવૃત્તિ, પાંચ પ્રકારની રસ નિવૃત્તિ અને આઠ પ્રકારની સ્પર્શ નિવૃત્તિનું વર્ણન વૈમાનિક સુધી જાણવું.