________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩ .
[ ૪૮૫ ]
ડિલિખોવાય-કળામાંકુશળ ખેડૂલુ મુક્િતનાહવત્તા ચર્મેષ્ટ,દુધણ અને મુષ્ટિકાદિ વ્યાયામથી દઢ થયેલા શરીરથી યુક્ત ખોરાકમાઈ = લાખના ગોળાની સમાન પડિલા હરિયવારંવાર પિંડરૂપે ભેગું કરતી પડિવિવિયર સમેટતીતિ સત્તજકુત્તો- ૨૧ વાર ૩ળીતેન્ના = જોરથી (પૂર્ણ શક્તિથી) પીસે-વાટે ગતિ = સ્પર્શ કરે છે સંદિયા સંઘર્ષિત થાય છે gિ = પીસાઈ જાય છે, વટાઈ જાય છે. = આટલી મહાન-અતિ સૂક્ષ્મ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કે કોઈ ચાતુરન્ત(ચારે દિશાના સ્વામી) ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે તરુણી, બલવતી, યુગવતી-સુષમ-દુઃષમ આદિ ત્રીજા-ચોથા આરામાં જન્મેલી, યુવાન નિરોગી ઇત્યાદિ વર્ણન યુક્ત યાવત અત્યંત કળા કુશળ હોય, અહીં યાવતુ શબ્દથી સંગ્રહિત થતા પાઠમાંથી ચર્મેન્ટ, દૂધણ અને મૌષ્ટિક આદિ વ્યાયામના સાધનોથી મજબૂત બનેલા શરીરવાળી હોય, ઇત્યાદિ વિશેષણોનું કથન ન કરવું જોઈએ. કારણ કે આ શબ્દો પુરુષ માટેની વ્યાયામની પ્રવૃત્તિના છે તે સ્ત્રીઓને માટે અહીં પ્રાસંગિક નથી. એવી દાસી પીસવાની વજમયી કઠોર શિલા પર, વજમયી કઠોર શિલાપત્રક(વાટવાના પત્થર)થી લાખના ગોળા પરિમાણ એક મોટા પૃથ્વીકાયના પિંડને ગ્રહણ કરીને વારંવાર ભેગું કરતી અને સંક્ષેપ કરતી વાટે યાવતુ “આ હું અત્યારે જ તુરંત વાટી દઉં છું.' એવો વિચાર કરીને એકવીસ વાર વાટે હે ગૌતમ ! તો પણ તેમાંથી કેટલાક પૃથ્વીકાયના જીવોને તે શિલા અને શિલાપુત્રકનો સ્પર્શ થાય છે અને કેટલાકને તો સ્પર્શ પણ થતો નથી. કેટલાકનો સંઘર્ષ થાય છે, કેટલાકનો તો સંઘર્ષ પણ થતો નથી. કેટલાકને પીડા થાય છે. કેટલાકને પીડા પણ થતી નથી. કેટલાક જીવો મરે છે, કેટલાક મરતા નથી, કેટલાક વટાઈ જાય છે, કેટલાક વટાતા પણ નથી. હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોની આટલી મહાન (અપેક્ષાથી સૂક્ષ્મ) અવગાહના હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરથી પૃથ્વીકાયિકની અવગાહનાનું નિદર્શન છે.
પૂર્વોક્ત સૂત્રમાં ૪૪ બોલના અવગાહનાના અલ્પબદુત્વનું કથન કર્યું છે તેમાં બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના નવમા બોલમાં છે. અર્થાત્ સૂક્ષ્મનિગોદથી લઈને ત્યાર પછીના આઠબોલોની અવગાહના ક્રમશઃ અસંખ્યાત ગુણી કરવાથી પૃથ્વીકાયની જઘન્ય અવગાહના પ્રાપ્ત થાય છે તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૮મા બોલમાં છે. અહીં જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના પૃચ્છા હોવાથી તે પૃથ્વીપિંડમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ તથા મધ્યમ અનેક અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવો હોય છે, તેમ સમજવું જોઈએ.
તે પૃથ્વીકાયના જીવોને ચક્રવર્તીની દાસી વજમયી શિલાપર વજમયી પથ્થરથી લાખના ગોળા જેટલા પૃથ્વીકાયને ૨૧ વાર પીસે, તેમ છતાં તેમાંથી કેટલાક જીવો મરે છે, કેટલાક જીવો મરતા નથી અને કેટલાકને સ્પર્શ થાય છે, કેટલાકને સ્પર્શ પણ થતો નથી. આ રીતે સ્પષ્ટ થાય છે કે પૃથ્વીકાયિક જીવોની અવગાહના વાયુકાય, અગ્નિકાય કે અપ્લાયથી મોટી હોવા છતાં આ દૃષ્ટાંતથી અપેક્ષાએ તેની સૂક્ષ્મતા અને કઠોરતા પ્રગટ થાય છે. સ્થાવર જીવોની પીડા :३१ पुढविकाइएणं भंते !अक्कंते समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ?