________________
| શતક–૧૯ઃ ઉદ્દેશક-૩
[ ૪૭૭ ] गोयमा ! एवं चेव, णवरं उववाओ ठिई उव्वट्टणा य जहा पण्णवणाए, सेसंतं चेव। वाउकाइयाणं एवं चेव, णाणत्तंणवरं चत्तारिसमुग्घाया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ આદિ અગ્નિકાયિક જીવો સાથે મળીને એક સાધારણ શરીર નામકર્મ બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. વિશેષ એ છે કે તેની ઉત્પત્તિ, સ્થિતિ અને ઉદ્વર્તના પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવા જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ જાણવું. વાયુકાયિક જીવોનું કથન પણ તે જ પ્રકારે છે. પરંતુ તેમાં ચાર સમુદ્યાત હોય છે. १९ सिय भंते ! जाव चत्तारि पंच वणस्सइकाइया, पुच्छा? . गोयमा !णोइणटेसमटे । अणंता वणस्सइकाइया एगयओसाहारण-सरीरंबंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरंवा बंधति । सेसंजहा तेउकाइयाणं जावउव्वदृति, णवरं आहारो णियम छद्दिसि, ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अतोमुहुत्त, सेसंत चेव ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર અથવા પાંચ આદિ વનસ્પતિકાયિક જીવો સાથે મળીને એક સાધારણ શરીર બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. અનંત વનસ્પતિકાયિક જીવ એક સાથે સાધારણ શરીર નામકર્મ બાંધે છે, ત્યારપછી ઉત્પત્તિ સમયે તે અનંત જીવો એક સાથે આહાર કરે છે, એક સાથે પરિણમન કરે છે અને એક સાથે શરીરનો નિર્માણ કરે છે. શેષ સર્વ વર્ણન અગ્નિકાયિકોની સમાન જાણવું યાવત ઉદ્વર્તન કરે છે. વિશેષતા એ છે કે તેનો આહાર નિયમતઃ છ દિશાનો હોય છે. તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ (બાદર) વનસ્પતિકાયનાવિષયમાં પૂર્વવતુ બાર દ્વારની પ્રરૂપણા કરી છે. અપ્લાય- તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. શેષ સર્વ કથન પૃથ્વીકાયની સમાન છે. તેઉકાય- તે જીવોને ત્રણ લેશ્યા જ હોય છે. દેવ મરીને તેઉ કે વાયુમાં ઉત્પન્ન થતાં ન હોવાથી તેજોવેશ્યા નથી. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. દેવ મરીને તેઉકાય, વાયુકાય કે સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા નથી. તેમજ તેઉકાય મરીને તિર્યંચગતિમાં જ જાય છે, મનુષ્ય ગતિમાં જતા નથી. વાયકાય તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. તેની ઉત્પત્તિ, ઉદ્વર્તના અને લેશ્યા તેઉકાય પ્રમાણે છે. તે જીવોને વૈક્રિય શરીર હોવાથી વૈક્રિય સમુદ્યાત હોય છે. તેથી ચાર સમુદ્યાત હોય છે. વનસ્પતિકાય-વનસ્પતિકાયના બે ભેદ છે. પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી. જે પ્રત્યેક શરીરી જીવો