________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩
૪૭૫
(૧) સ્યા દ્વાર, (૨) લેશ્યા દ્વાર, (૩) દષ્ટિ દ્વાર, (૪) જ્ઞાન દ્વાર, (૫) યોગ દ્વાર, (૬) ઉપયોગ દ્વાર, (૭) કિમાહાર દ્વાર, (૮) પ્રાણાતિપાત દ્વાર, (૯) ઉત્પત્તિ દ્વાર, (૧૦) સ્થિતિ દ્વાર, (૧૧) સમુદ્યાત દ્વાર, (૧૨) ઉદ્વર્તના. (૧) સ્યાદ્ દ્વાર– સ્યાદ્ એટલે કદાચિત્, ક્યારેક. પૃથ્વીકાયના જીવો પ્રત્યેક શરીરી છે. પ્રત્યેક જીવનું પોત-પોતાનું અલગ શરીર હોય છે. વનસ્પતિમાં નિગોદના અનંત જીવો એક શરીરમાં રહે છે, એક શરીરથી આહાર, શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે, તેવું સાધારણ શરીર પૃથ્વીકાયમાં નથી. આ વાતને પુષ્ટ કરવા સૂત્રકારે વિરોધી વાતથી પ્રશ્ન પૂછ્યા કે ક્યારેક બે, ત્રણ, ચાર આદિ પૃથ્વીકાયિક જીવો એક સાથે મળીને શું સાધારણ શરીર બાંધે?
સામાન્ય નિયમ એવો છે કે કોઈપણ જીવ ઉત્પત્તિ સ્થાને પહોંચીને પ્રથમ સમયે કાર્પણ કાયયોગથી આહારને ગ્રહણ કરે છે, સ્થૂલ શરીર બાંધવા યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે અને શરીર બાંધે છે. શરીર બંધ થયા પછી તે ઔદારિકાદિ શરીરથી જીવન પર્યત પ્રતિક્ષણ આહાર ગ્રહણ થતો રહે છે, તેનું પરિણમન થતું રહે છે અને શરીર સાથે તે પુગલોનો બંધ થતો રહે છે અર્થાત્ શરીર પુષ્ટ થતું રહે છે.
સૂત્રકારે પ્રશ્નનો પ્રારંભ સાધારણ શરીરના બંધથી કર્યો અને ઉત્તરમાં પૂર્વોકત શરીર બંધની આખી પ્રક્રિયા સ્પષ્ટ કરી છે. તો પછી સૂત્રપાઠની પૂર્વે આહાર, તેનું પરિણમન અને શરીર બંધનું કથન છે, તે ઉત્પત્તિ સમયના આહારાદિની અપેક્ષાએ છે અને તો પછી પછીના સૂત્રપાઠમાં આહાર, પરિણમન અને શરીર બંધનું કથન છે, તે જીવન પર્યંતના આહારાદિની અપેક્ષાએ છે, તેમ સમજવું.
પૃથ્વીકાયિક જીવોના આહારના વિષયમાં વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર-૨૮મા આહાર પદના પ્રથમ ઉદ્દેશકમાં છે. સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. દ્રવ્યથી–અનંત પ્રદેશી દ્રવ્યોનો, ક્ષેત્રથી–અસંખ્યાત આકાશ પ્રદેશ પર રહેલા યુગલોનો, કાલથી–જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલોનો અને ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત યુગલસ્કંધોનો આહાર કરે છે.
બીજી રીતે સ્યાદ્વારના મૂલપાઠનો અર્થ અને વિવેચન આ પ્રમાણે થાય છે
सिय भंते ! जावचत्तारिपंच पुढविकाइया एगयओसाहारणसरीरंबंधति बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति?
गोयमा ! णो इणढे समढे । पुढविकाइयाणं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयं सरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति ।
અર્થ:- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર, પાંચ પૃથ્વીકાયિક જીવો સાથે ઉત્પન્ન થવા યોગ્ય સાધારણ શરીર નામકર્મનો બંધ કરે છે ત્યારપછી ઉત્પત્તિ સમયે એક સાથે આહાર કરે છે, એક સાથે આહારનું પરિણમન કરે છે અને એક સાથે શરીરનો બંધ (નિર્માણ કરે છે?
હે ગૌતમ ! તેમ શક્ય નથી. કારણ કે પૃથ્વીકાયિક જીવો, પૃથક-પૃથક આહાર કરનારા છે પૃથક પૃથક આહારનું પરિણમન કરનારા છે અને તે પ્રત્યેક શરીર નામકર્મનો બંધ કરે છે. ત્યારપછી ઉત્પત્તિ સમયે પૃથક પૃથક્ આહાર કરે છે, પૃથક પૃથક તેનું પરિણમન કરે છે અને પૃથક પૃથક શરીરનું નિર્માણ કરે છે.