________________
૪૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! जहा वक्कंतीए पुढविक्काइयाणं उववाओतहा भाणियव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદમાં પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ કહી છે, તે રીતે અહીં કથન કરવું જોઈએ. (૧૦) સ્થિતિ દ્વાર:१३ तेसिणं भंते ! जीवाणं केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण बावीसंवाससहस्साई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. (૧૧) સમુદ્યાત દ્વાર:१४ तेसिणं भंते ! जीवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! तओ समुग्घाया पण्णत्ता,तंजहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुग्घाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ સમુઘાત હોય છે, યથા– વેદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મારણાન્તિક સમુદ્યાત. १५ तेणं भंते !जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति, असमोहया मरति? गोयमा !समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને મરે છે કે મારણાન્તિક સમુદ્યાત કર્યા વિના મરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. (૧૨) ઉદ્વર્તના દ્વાર :१६ तेणं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववति ? गोयमा ! तेसि उव्वट्टणा जहा वक्कतीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મરીને તુરંત જ ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર તેની ઉદ્વર્તના કહેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોના વિષયમાં બાર દ્વારથી વિચારણા કરી છે. વૃત્તિકારે પ્રારંભમાં એક ગાથાના માધ્યમથી બાર દ્વારોના નામ-નિર્દેશ કર્યો છે.
सिय लेस दिट्ठिणाणे,जोगुवओगेतहा किमाहारो। पाणाइवाय उप्पाय, ठिइ समुग्घाय उव्वट्टो ।