________________
શ્રી ભગવતી સ્ત્ર-૪
વાયુકાય, અગ્નિકાય અને અપ્લાયથી પૃથ્વીની અવગાહના અધિક હોવા છતાં તે જીવોની આટલી સૂક્ષ્મતા અને કઠોરતા છે.
૪૭૦
★
કોઈ બલવાન, યુવા પુરુષ અત્યંત વૃદ્ધ પુરુષના મસ્તક પર જોર-જોરથી પ્રહાર કરે ત્યારે તેને જે વેદના થાય તેનાથી કંઈક ગુણી અધિક અનિષ્ટ વેદના સ્થાવર જીવોને થાય છે. તે જીવોને મન કે વચન ન હોવાથી પોતાની વેદનાને પ્રગટ કરી શકતા નથી પરંતુ કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા તે વેદનાનું વેદન કરે છે. આ રીતે સ્થાવર જીવોમાં સૂક્ષ્મતા હોવા છતાંય કર્મફળ ભોગવવાનો સિદ્ધાંત તે જીવોને પણ સમાન રીતે લાગુ પડે છે.