________________
| શતક-૧૮: ઉદ્દેશક-૧૦
[ ૪૫૫ | गोयमा ! परमाणुपोग्गले वाउकाएणं फुडे, णो वाउयाए परमाणुपोग्गलेणं फुडे। શબ્દાર્થ - સુડે = સ્પષ્ટ, વ્યાપ્ત. ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય પરમાણુ પુદ્ગલથી વ્યાપ્ત છે?
ઉત્તર-હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી વ્યાપ્ત હોય છે પરંતુ વાયુકાય પરમાણુ પુદ્ગલથી વ્યાપ્ત ન હોય. | ३ दुप्पएसिए णं भंते ! खंधे, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव असंखेज्जपएसिए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ક્રિપ્રદેશ સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય દ્ધિપ્રદેશી ઢંધથી વ્યાપ્ત છે? ઉત્તર-હે ગૌતમ!પરમાણુની સમાન જાણવું. આ રીતે યાવતુઅસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી પરમાણુની સમાન જાણવું જોઈએ. | ४ अणंतपएसिए णं भंते ! खंधे, पुच्छा । गोयमा ! अणंतपएसिए खंधे वाउयाएणं फुडे,वाउयाए अणंत-पएसिएणं खधेणं सिय फुडे, सिय णो फुडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતપ્રદેશી સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત થાય છે કે વાયુકાય અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશી અંધ વાયુકાયથી વ્યાપ્ત હોય છે પરંતુ વાયુકાય અનંતપ્રદેશી અંધથી કદાચિત્ વ્યાપ્ત હોય છે, કદાચિત્ વ્યાપ્ત નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુલ આદિની વાયુકાય સાથે વ્યાપ્ય વ્યાપક ભાવની પ્રરૂપણા કરી છે. કોઈપણ મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાય જાય છે. બે પદાર્થોમાં જે મોટા હોય તેમાં નાના વ્યાપ્ત બને છે પરંતુ નાનામાં મોટા પદાર્થ વ્યાપ્ત થઈ શકતા નથી. પરમાણમાં વાયુ વ્યાપ્ત નથી - વાયુ મહાન છે અને પરમાણુ પુદ્ગલ પ્રદેશ રહિત છે. પરમાણુ સૂક્ષ્મ દ્રવ્ય છે અને વાયુકાયિક જીવોનું શરીર અનંતાનંત ઔદારિક વર્ગણાથી બનેલું હોવાથી અપેક્ષાએ સ્થૂલ હોય છે. તેથી પરમાણુ પુદ્ગલમાં વાયુ વ્યાપ્ત થઈ શકતો નથી, તેમાં સમાઈ શકતો નથી. આ રીતે ક્રિપ્રદેશ સ્કંધ થાવત્ અસંખ્યાત પ્રદેશી અંધ સુધી સમજવું જોઈએ. અનંત પ્રદેશ સ્કંધ :- વાયુની અપેક્ષાએ અનંત પ્રદેશી સ્કંધ જો મહાન હોય તો વાયુ અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત હોય છે અને વાયુની અપેક્ષાએ અનંત પ્રદેશ સ્કંધ જો સૂક્ષ્મ હોય તો વાયુ અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત થતો નથી. મશકની વાયુની સ્પષ્ટતા:| ५ वत्थी भंते ! वाउकाएणंफुडे, वाउकाए वत्थिणा फुडे ? गोयमा ! वत्थी वाउयाए