________________
૪૩૦]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરિગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!પરિગ્રહના ત્રણ પ્રકાર છે. યથા- કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય ભાંડમાત્રોપકરણ પરિગ્રહ.
६ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा !जहा उवहिणा दो दंडगा भणिया तहा परिग्गहेणं विदोदडगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો પરિગ્રહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ઉપધિના બે દંડક(સૂત્રાલાપક) કહ્યા છે, તે જ રીતે પરિગ્રહના વિષયમાં પણ બે દંડક કહેવા જોઈએ. અર્થાત્ નારકો અને એકેન્દ્રિયોને બે પ્રકારના પરિગ્રહ હોય છે. કર્મ પરિગ્રહ અને શરીર પરિગ્રહ. શેષ દંડકના જીવોને ત્રણ પ્રકારના પરિગ્રહ હોય છે. વિવેચન - પરિદિઃ –પરિગ્રહ પરિગ્રહના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પરિસમના વૃદ્ધ તિ પરિપ્રદ: | ચારે બાજુથી જે ગ્રહણ થાય તે પરિગ્રહ છે. (૨) મુઠ્ઠા પરિણાદો ૩ જીં ભાવને પરિગ્રહ કહે છે. ઉપધિ અને પરિગ્રહમાં અંતર - જીવન નિર્વાહમાં ઉપયોગી કર્મ, શરીર અને વસ્ત્રાદિને ઉપધિ કહે છે અને મમત્વ ભાવ યુક્ત ગ્રહણ કરેલી ઉપધિને પરિગ્રહ કહે છે. પ્રણિધાનના પ્રકાર:|७ कइविहेणं भंते ! पणिहाणे पण्णते? गोयमा !तिविहे पणिहाणे पण्णत्ते,तंजहामणपणिहाणे,वइपणिहाणे,कायपणिहाणे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! પ્રણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રણિધાનના ત્રણ પ્રકાર છે. યથા– મનપ્રણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન.
८ णेरइयाणं भंते ! कइविहे पणिहाणे पण्णत्ते ? गोयमा ! एवं चेव । एवं जाव थणियकुमाराणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ પ્રણિધાન હોય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. | ९ पुढविकाइयाणं, पुच्छा? गोयमा ! एगे कायपणिहाणे पण्णत्ते । एवं जाव वणस्सइकाइयाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક કાય પ્રણિધાન જ હોય છે. આ રીતે વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. १० बेइंदियाणं, पुच्छा? गोयमा !दुविहे पणिहाणे पण्णत्ते,तंजहा-वइपणिहाणे य कायपणिहाणे य । एवं जावचउरिदियाणं । सेसाणं तिविहे वि जाववेमाणियाणं । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર-હે ગૌતમ!