________________
૪૨૬]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૭ જે સંક્ષિપ્ત સાર
જે
- આ ઉદ્દેશકમાં કેવળીની ભાષા વિષયક અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ; ઉપધિ, પરિગ્રહ, પ્રણિધાનના ભેદ; મદ્રુક શ્રાવકનો અન્યતીર્થિકો સાથેનો વાર્તાલાપ, વૈક્રિયકૃત હજારરૂપોમાં એક આત્મા, દેવનું ગમન સામર્થ્ય, દેવ સંગ્રામના શસ્ત્રો અને દેવોના પુણ્યકર્મક્ષયનું કાલમાન વગેરે વિષયોનું નિરૂપણ છે. * કેવળી અપ્રમત્ત સાધક હોવાથી તેના શરીરમાં યક્ષનો પ્રવેશ થઈ શકતો નથી. તેથી યક્ષાવિષ્ટ થઈને તે અસત્ય કે મિશ્ર ભાષાનો પ્રયોગ કરે તે શકય નથી. કેવળી ભગવાન હંમેશાં સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે. * જીવન વ્યવહારને ઉપયોગી વસ્તુ તે ઉપધિ. તેના ત્રણ પ્રકાર છે. કર્મોપધિ, શરીરોપધિ અને બાહ્ય ઉપકરણરૂપ ઉપધિ. તેમાં નારકોને અને એકેન્દ્રિયોને બાહ્ય ઉપકરણરૂપ ઉપધિ હોતી નથી. તે જીવોને કર્મોપધિ અને શરીરોપધિ, તે બે પ્રકારની ઉપધિ જ હોય છે. શેષ દંડકના જીવોને ત્રણ પ્રકારની ઉપધિ હોય છે.
બીજી રીતે સચિત્ત, અચિત્ત અને મિશ્ર તે ત્રણ પ્રકારની પણ ઉપધિ હોય છે. દરેક જીવોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. * મૂચ્છભાવ તે પરિગ્રહ. ઉપધિની જેમ તેના પણ ત્રણ-ત્રણ ભેદ થાય છે. * કોઈ પણ એક વિષયમાં યોગની સ્થિરતા થવી તેને પ્રણિધાન કહે છે. ત્રણ યોગની અપેક્ષાએ તેના ત્રણ ભેદ છે અને વિષયની શુભાશુભતાની અપેક્ષાએ તેના બે ભેદ છે. * શુભ વિષયમાં યોગની સ્થિરતા તે સુપ્રણિધાન છે. તે કેવળ મનુષ્યોમાં જ હોય છે. * અશુભ વિષયમાં યોગની સ્થિરતા થવી તે દુપ્પણિધાન છે. ૨૪ દંડકના જીવોને તે હોય શકે છે. * મદ્રક શ્રાવકે અન્યતીર્થિકો સાથે વાર્તાલાપ કરીને સમજાવ્યું કે આ લોકમાં જેટલા પદાર્થો આપણને દષ્ટિગોચર થાય તેટલા જ પદાર્થો હોય છે તેમ નથી. છદ્મસ્થોનું જ્ઞાન મર્યાદિત છે; તેથી શાસ્ત્રના કથનાનુસાર કેટલાક રૂપી અને અરૂપી દ્રવ્યો દષ્ટિગોચર ન થવાં છતાં અસ્તિત્વ ધરાવે છે. * જે વ્યક્તિ શાસ્ત્રોક્ત કથનનો અપલાપ કરે છે તે કેવળી અને કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના કરે છે.
મદ્રુક શ્રાવક પ્રભુ પાસે અન્ય અનેક પ્રશ્નોનું સમાધાન કરીને સ્વસ્થાને ગયા. મદ્રુક શ્રાવક આ ભવનું આયુષ્ય પૂર્ણ કરી, પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. * કોઈ વ્યક્તિ વૈક્રિય શક્તિથી હજારો રૂપ બનાવે પણ તેમાં એક જ આત્મા હોય છે. તે હજારો રૂપો એક જ જીવના આત્મ પ્રદેશોથી સંબંધિત હોય છે. * દેવો(જ્યોતિષી, વૈમાનિક) અને અસુરો(ભવનપતિ, વ્યંતર)ના સંગ્રામમાં દેવોના પુણ્યોદયે તે દેવ તણખલું, કાંકરા આદિ જેનો સ્પર્શ કરે તે પદાર્થ શસ્ત્રરૂપે પરિણત થાય છે. પરંતુ અસુરોને શસ્ત્રોની