________________
| ૪૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કોઈ સફેદ હોય છે. આ રીતે વર્ણના પાંચ વિકલ્પો થઈ શકે છે. તે જ રીતે બે ગંધના બે વિકલ્પ, પાંચ રસના પાંચ વિકલ્પ અને ચાર સ્પર્શના ચાર વિકલ્પ કુલ- ૧૬ વિકલ્પ છે.
સ્પર્શ આઠ છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કર્કશ, લઘુ અને ગુરુ. તેમાંથી પરમાણુમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ તે ચાર મૂળ સ્પર્શમાંથી અવિરોધી બે સ્પર્શ હોય છે. એક, સ્પર્શ ક્યારે ય હોતો નથી. શીત અને ઉષ્ણમાંથી કોઈ પણ એક અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ પણ એક તે રીતે બે સ્પર્શ અવશ્ય હોય છે. જે પરમાણુ શીત હોય તે ઉષ્ણ હોય શકે નહીં. જે ઉષ્ણ હોય તે શીત હોય શકે નહીં. તેથી વિરોધી બે સ્પર્શમાંથી કોઈ પણ એક સ્પર્શ હોય. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ આ બે વિરોધી યુગલમાંથી એક એક સ્પર્શ ગણતા પરમાણુમાં બે સ્પર્શ થાય છે. તે બે સ્પર્શના ચાર વિકલ્પ થાય છે. (૧) શીત- સ્નિગ્ધ (૨) શીત- રૂક્ષ (૩) ઉષ્ણ-સ્નિગ્ધ (૪) ઉષ્ણ- રૂક્ષ. કોઈક શીત પરમાણુ સ્નિગ્ધ હોય, કોઈ રૂક્ષ હોય, આ રીતે બંને વિકલ્પ સંભવિત છે. આ જ રીતે ઉષ્ણના પણ બે વિકલ્પ સંભવિત છે. તેથી ચાર વિકલ્પ થાય છે.
પરમાણુમાં કર્કશ, મૃદુ, લઘુ કે ગુરુ તે ચાર સ્પર્શ હોતા નથી. કારણ કે તે ચાર સ્પર્શ સાંયોગિક છે. જેમ કે અનેક સ્નિગ્ધ પરમાણુ ભેગા થાય ત્યારે તે સ્કંધ મૃદુ અને અનેક રૂક્ષ પરમાણુ ભેગા થાય ત્યારે તે
સ્કંધ કર્કશ લાગે છે. તે જ રીતે અનેક પરમાણુ ભેગા થાય ત્યારે જ સાપેક્ષપણે તે ગુરુ કે લઘુ કહેવાય. આ રીતે તે ચાર સ્પર્શનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે તે સ્પર્શ અનંત પ્રદેશી બાદર સ્કંધમાં હોય શકે છે. અપ્રદેશી પરમાણુમાં કે સૂમ પરિણામ સ્કંધમાં તે ચાર સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શની સંભાવના નથી. ઢિપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ – તેમાં એક અથવા બે વર્ણ, એક અથવા બે ગંધ, એક અથવા બે રસ, બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. તેમાં વર્ણના ૧૫ વિકલ્પો થાય છે. યથા– અસંયોગીના ૫ ભંગ- જો એક વર્ણ હોય તો કાળો, નીલો, લાલ, પીળો અથવા શ્વેત હોય, આ રીતે અસંયોગી પાંચ વિકલ્પ થાય છે.
જો બે વર્ણ હોય તો દ્વિસંયોગી ૧૦ વિકલ્પ થાય છે. યથા– (૧) કાળો-નીલો, (૨) કાળો-લાલ, (૩) કાળો-પીળો (૪) કાળો-શ્વેત, (૫) નીલો-લાલ (૬) નીલો-પીળો, (૭) નીલો-શ્વેત, (૮) લાલ-પીળો (૯) લાલ-શ્વેત, (૧૦) પીળો-શ્વેત. આ રીતે અસંયોગી પાંચ અને દ્વિક સંયોગી ૧૦ કુલ ૧૫ વિકલ્પ વર્ણના થાય છે.
ગંધના વિકલ્પ થાય છે–અસંયોગી બે વિકલ્પ– (૧) સુરભિ ગંધ (૨) દુરભિ ગંધ. હિસંયોગી એક વિકલ્પ– (૧) સુરભિ અને દુરભિ ગંધ.
રસના ૧૫ વિકલ્પ થાય છે- પાંચ રસના અસંયોગી પાંચ અને દ્વિક સંયોગી ૧૦; કુલ–૧૫ વિકલ્પ વર્ણની જેમ જાણવા.
સ્પર્શના વિકલ્પઃ- બે સ્પર્શ હોય તો ચાર વિકલ્પ (૧) શીત-સ્નિગ્ધ (૨) શીત-રૂક્ષ (૩) ઉષ્ણ-સ્નિગ્ધ (૪) ઉષ્ણ-રૂક્ષ. ત્રણ સ્પર્શ હોય તો ચાર વિકલ્પ- (૧) શીતસ્નિગ્ધ-રૂક્ષ. તે સ્કંધ સર્વાશે શીત હોય અર્થાત્ તે શીત સ્કંધ હોય તેનો એક પરમાણુ સ્નિગ્ધ અને એક રૂક્ષ હોય તો આ ભંગ થાય છે. (૨) ઉષ્ણ-
સ્નિગ્ધ-રૂક્ષ. તે સ્કંધ સવશે ઉષ્ણ હોય, તેનો એક પરમાણુસ્નિગ્ધ અને એક રૂક્ષ હોય. તે જ રીતે (૩) સ્નિગ્ધ-ઉષ્ણ-શીત અને (૪) રૂક્ષ-ઉષ્ણ-શીત ભંગ થાય. ચાર સ્પર્શ હોય તો એક વિકલ્પ થાય છે– ક્રિપ્રદેશ સ્કંધના એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય અને બીજામાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય તો ચાર સ્પર્શ થાય છે.
આ રીતે ઢિપ્રદેશી સ્કંધમાં વર્ણના-૧૫, ગંધના-૩, રસના-૧૫ અને સ્પર્શના-૯, કુલ ૪૨ વિકલ્પ થાય છે. આ જ રીતે ત્રિપ્રદેશથી સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના યથાયોગ્ય વિકલ્પો થાય છે.