________________
[ ૪૨૦]
શ્રી ભગવતી સત્ર-૪
જે
જે
શતક-૧૮ઃ ઉદ્દેશક
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં કેટલાક પદાર્થોમાં વ્યવહાર અને નિશ્ચયથી વર્ણાદિનું તેમજ પરમાણુ આદિમાં વર્ણાદિનું નિરૂપણ છે. * પ્રત્યેક પદાર્થમાં વ્યવહાર દષ્ટિથી કોઈ પણ એક વર્ણાદિ હોય છે. જે વર્ણની પ્રધાનતા હોય તે વર્ણથી તેનું કથન કરાય છે. જેમ કે દૂધ સફેદ છે, તેવો વ્યવહાર કરાય છે; કારણ કે તેમાં શ્વેત વર્ણની જ પ્રધાનતા છે. સૈદ્ધાંતિક દષ્ટિથી પ્રત્યેક પદાર્થમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય જ છે.
સુત્રકારે વ્યવહાર નયથી કેટલાક પદાર્થોના વર્ણાદિનું કથન કર્યું છે. જેમ કે હળદર-પીળી, ભ્રમરકાળો, શંખ-સફેદ, લીમડો-કડવો, આંબલી ખાટી છે. આ પ્રત્યેક પદાર્થમાં નિશ્ચયનયથી વર્ણાદિ વીસ બોલ હોય છે. * એક પરમાણુ પુગલમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. એક સ્પર્શ ક્યારે ય હોતો નથી. કારણ કે શીત-ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળ સ્પર્શ છે. તેમાંથી પરમાણુમાં બે અવિરોધી સ્પર્શ અવશ્ય હોય છે.
દ્ધિપ્રદેશી સ્કંધમાં એક અથવા બે વર્ણ, એક અથવા બે ગંધ, એક અથવા બે રસ, બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે.
ત્રિપ્રદેશી સ્કંધમાં પણ એક, બે કે ત્રણ વર્ણ, એક કે બે ગંધ, એક, બે કે ત્રણ રસ અને બે, ત્રણ, ચાર સ્પર્શ હોય છે. ચાર પ્રદેશમાં એક, બે, ત્રણ કે ચાર વર્ણ, એક કે બે ગંધ, એક, બે, ત્રણ કે ચાર રસ અને બે, ત્રણ કે ચાર સ્પર્શ હોય છે. પાંચ પ્રદેશથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધીમાં અને સૂક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ ઉપરોક્ત વિકલ્પથી(અર્થાત્ એક, બે, ત્રણ, ચાર કે પાંચ) વર્ણાદિ હોય છે અને બાદર અનંત પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચારથી આઠ સ્પર્શ(ઉપરોક્ત વિકલ્પ પ્રમાણે) નિયમથી હોય છે.
આ રીતે પુદ્ગલ દ્રવ્યમાં યથાયોગ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે