________________
શતક-૧૮: ઉદ્દેશક-૫
[ ૪૧૯ ]
તથા પ્રકારના વૈક્રિયનામકર્મનો ઉદય છે. જે દેવોએ સમ્યગુદર્શન નિમિત્તક તીવ્ર રસયુક્ત વૈક્રિયનામ કર્મનો બંધ કર્યો છે તે દેવ સ્વેચ્છાનુસાર વિક્રિયા કરી શકે છે અને જે દેવોએ મિથ્યાદર્શન નિમિત્તક મંદ રસયુક્ત વિક્રિયનામ કર્મનો બંધ કર્યો છે તે દેવો સ્વેચ્છાનુસાર વિક્રિયા કરી શકતા નથી. આ રીતે વૈક્રિયનામ કર્મના ઉદય અનુસાર દેવોનું વિદુર્વણા સામર્થ્ય હોય છે.
નિષ્કર્ષ એ છે કે સમ્યગુદષ્ટિ દેવો સ્વેચ્છાનુસાર વિકર્વણા કરી શકે છે અને મિથ્યાદષ્ટિ દેવોને ઇચ્છાથી વિપરીત વિફર્વણા પણ થઈ જાય છે.
શતક ૧૮/પ સંપૂર્ણ
()