________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૨
[ ૩૮૯ ]
परिवसइ, अड्डे जाव अपरिभूए; णेगमपढमासणिए, णेगमट्ठसहस्सस्स बहुसुकज्जेसुय कारणेसुयकोडुबेसुय एवं जहा रायप्पसेणइज्जे चित्ते जावचक्खुभूए,णेगमट्ठसहस्सस्स सयस्स य कुटुंबस्स आहेवच्चं जावकारेमाणे पालेमाणे,समणोवासए, अभिगयजीवाजीवे जावविहरइ। શબ્દાર્થ:- વેનેજુ = ગૃહનિર્માણ તથા સ્વજન સન્માન આદિકાર્યોમાં વારસુ = અભીષ્ટ વાતોના કારણોમાં, અથવા કૃષિ, પશુપાલન, વાણિજ્યાદિ અભીષ્ટ વસ્તુઓની પ્રાપ્તિના કારણોમાં રાહુલg = કૌટુંમ્બિક મનુષ્યોના વિષયમાં નામપદમાસાગર = વ્યાપારીઓમાં પ્રથમ સ્થાન રાખનારા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ પ્રકારે સંબોધિત કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું– જે રીતે શતક-૩/૧માં ઈશાનેન્દ્રનું વર્ણન છે તે જ રીતે અહીં પણ શક્રેન્દ્ર સંબંધી વર્ણનમાં કૂટાગાર શાળાનું દષ્ટાંત અને પૂર્વભવ સંબંધી પ્રશ્ન સમજવો યાવત્ હે ભગવન્! તેનું શું કારણ છે કે શક્રેન્દ્રને તે દિવ્ય ઋદ્ધિ સમ્મુખ થઈ છે?
ઉત્તર- હે ગૌતમ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને સંબોધન કરીને કહ્યું- તે કાલે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં “કાર્તિક' નામના શ્રેષ્ઠી રહેતા હતા. જે ધનિક યાવત્ અપરાભૂત હતા. તેને વણિકોમાં અગ્રસ્થાન પ્રાપ્ત થયું હતું. તે એક હજાર આઠ વ્યાપારીઓને અનેક કાર્યોમાં, કારણોમાં અને કૌટુમ્બિક વ્યવહારોમાં પૂછવા યોગ્ય ભાવ ચક્ષુરૂપ હતા. જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં ચિત્ત સારથીનું વર્ણન છે, તે જ રીતે અહીં પણ સમજવું જોઈએ. તે કાર્તિક શેઠ એક હજાર આઠ વ્યાપારીઓ તથા પોતાના કુટુંબ પર આધિપત્ય ભોગવતા યાવત્ તેઓનું પાલન કરતા રહેતા હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. વિવેચન :ના થપ્પાને - રાજપ્રશ્રીય સૂત્રના પાઠ અનુસાર કાર્તિક શેઠના કેટલાક વિશેષણો આ પ્રમાણે છે– મસુ = મંત્રણા કે વિચાર વિમર્શ કરવામાં મુશ્કેલું = ગોપનીય વાતોના વિષયમાં, રહસેસુ = સામાજિક અથવા કૌટુમ્બિક રહસ્યમય અથવા એકાંતમાં કરવા યોગ્ય વાતોમાં, વવજુ = પારસ્પરિક વ્યવહારોમાં, લેણદેણમાં, foછપશુ = નિશ્ચયોમાં–કેટલીક વાતોના નિર્ણયમાં, મેહબૂ = મેઢીભૂત-જે રીતે ભૂસામાંથી ધાન્ય કાઢવા માટે ખળાની મધ્યમાં એક સ્તંભ સ્થિત કરાય છે. જેને કેન્દ્રમાં રાખીને બળદ ચારે તરફ ફરે છે. તે રીતે જેને કેન્દ્રમાં રાખીને સર્વ કુટુંબીજનો અને વ્યાપારીઓ વિચાર વિમર્શ કરે છે, તે કેન્દ્રભૂત વ્યક્તિને મેઢીભૂત કહે છે. પના = પ્રત્યક્ષાદિ પ્રમાણની જેમ જેની વાત પ્રમાણિત થાય છે. તેને પ્રમાણભૂત માનીને ઉચિતકાર્યમાં પ્રવૃત્તિ અને અનુચિત કાર્યથી નિવૃત્તિ થાય છે. મારે-આધાર = જેમ આધાર, આધેયને ઉપકારક બને છે, તે જ રીતે જે વ્યક્તિ આધાર લેનારને સર્વ કાર્યોમાં ઉપકારી બને છે. માનવન = આલમ્બન–સહારો-વિપત્તિ કે પતનની ગર્તામાં પડતા જીવોને રસ્સી આદિની જેમ જે સહાયભૂત હોય તે. વહુ = ચક્ષુભૂત પથ પ્રદર્શક, પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂ૫ વિવિધ કાર્યોમાં જે પથપ્રદર્શક હોય તે. શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મકથા શ્રવણ:| ३ तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा आइगरे जहा सोलसमसए तहेव जाव