________________
૩૮૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-ર
વિશાખા
વિશાખા નગરીમાં ભગવાનનું સમોસરણ:| १ तेणं कालेणं तेणं समएणं विसाहाणामणयरी होत्था, वण्णओ। बहुपुत्तिए चेइए, वण्णओ। सामी समोसढे जावपज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे, एवं जहा सोलसमसए बिइयउद्देसएतहेव दिव्वेणंजाणविमाणेणं आगओ। णवरंएत्थ आभियोगा वि अत्थि जावबत्तीसइविहंणट्टविहिं उवदंसेइ, उवदसेत्ता जावपडिगए। ભાવાર્થ:- તે કાલે, તે સમયે વિશાખા નામની નગરી હતી. ત્યાં બહુપુત્રિક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. એક સમયે ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ એકઠી થઈ અને પર્યાપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે શક્ર, દેવેન્દ્ર દેવરાજ, વજપાણિ, પુરંદર ઇત્યાદિ વિશેષણયુક્ત શક્રેન્દ્ર શતક-૧૬ર અનુસાર દિવ્ય યાનમાં બેસીને ત્યાં આવ્યા. વિશેષતા એ છે કે અહીં આભિયોગિક દેવો પણ સાથે હતા, ઇન્દ્ર બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી અને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ફરી ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિશાખા નગરીમાં પ્રભુનું પદાર્પણ, શક્રેન્દ્રનું ત્યાં આગમન અને ૩ર પ્રકારની નાટ્યવિધિના પ્રદર્શનનું નિરૂપણ છે. ગાવિમળ :- પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્ર દિવ્ય-યાનમાં બેસીને આવ્યા તેવો ઉલ્લેખ છે. વૈમાનિક દેવોના વિમાન બે પ્રકારના છે. એક વિમાન તેના પરિવાર સહિતના આવાસરૂપ હોય છે અને બીજા પ્રકારનું વિમાન તેની મુસાફરીનું હોય છે, તેને યાન વિમાન કહે છે. અહીં બીજા પ્રકારના વિમાનનો ઉલ્લેખ છે. શકેન્દ્રનો પૂર્વભવઃ કાર્તિક શ્રેષ્ઠી :
२ भंते !त्ति भगवंगोयमेसमणं भगवंमहावीरं जावएवं वयासी-एवं जहा तईयसए ईसाणस्स वत्तव्वया तहेवकूडागारदिट्ठतो, तहेव पुव्वभवपुच्छा जावअभिसमण्णागया?
__ गोयमा !त्तिसमणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी- एवंखलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणापुरे णामंणयरे होत्था, वण्णओ। सहस्संबंवणे उज्जाणे, वण्णओ। तत्थ णंहत्थिणापुरेणयरे कत्तिए णामसेट्टी